
નોકરીમાં કાયમી કરવાની ખાતરી આપી શિક્ષિકા સાથે વારંવાર દુષ્કર્મ કરવાના આરોપસર પોલીસે થાણેની એક શૈક્ષણિક સંસ્થાના સ્થાપકની ધરપકડ કરી હતી.
શ્રીનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ગુલઝારીલાલ ફડતરેએ જણાવ્યું હતું કે ફરિયાદને આધારે ગુરુવારે આરોપી રમેશચંદ્ર શોભનાથ મિશ્રા (54)ને તાબામાં લેવાયો હતો. તેની વિરુદ્ધ વધુ તપાસ ચાલી રહી છે.

આ પ્રકરણે 42 વર્ષની શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પોતાની જુનિયર કૉલેજમાં નોકરી અપાવવા માટે મિશ્રાએ છ લાખ રૂપિયા લીધા હતા. જોકે બાદમાં નોકરી પર ચાલુ રાખવાના બદલામાં 2015થી મિશ્રાએ ફરિયાદીનું જાતીય શોષણ કર્યું હતું. આરોપીએ નોકરીમાં કાયમી કરવાની ખાતરી પણ આપી હતી.
કહેવાય છે કે તાજેતરમાં અમુક શિક્ષિકાએ જાતીય સતામણીની ફરિયાદ કર્યા બાદ મિશ્રા સહિત શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાબત જાણમાં આવ્યા પછી શિક્ષિકા ફરિયાદ નોંધાવવા આગળ આવી હતી. શિક્ષિકાની ફરિયાદ બાદ પોલીસે મિશ્રાની ધરપકડ કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
