
થાણે- વડાલા મેટ્રો લાઈન-4ના પિલર માટે બનાવવામાં આવેલું સ્ટીલનું મોટું માળખું ગુરુવારે રાત્રે તૂટી પડીને બાજુમાં હાઉસિંગ સોસાયટીના સંકુલમાં પડ્યું હતું, જેને કારણે સુરક્ષા સામે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.ગુરુવારે રાત્રે 11.00 વાગ્યાના સુમારે ચૂનાભટ્ટી વિસ્તારમાં સુમનનગર જંકશન ખાતે આ ઘટના બની હતી. પિલર નંબર 105-સી માટે કોન્ક્રીટના બ્લોક માટે દોરડાઓથી બાંધવામાં આવેલું 8 મીટર ઊંચું લોખંડનું માળખું તૂટી પડીને બાજુની હાઉસિંગ સોસાયટીની કમ્પાઉન્ડની દીવાલ પર પડ્યું હતું. તેની બાજુમાં જ વોચમેનની કેબિન હતી સદનસીબે કોઈને ઈજા થઈ નહોતી.
આ ઘટનાને કારણે રુટ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સોસાયટીની સિક્યુરિટી કેબિનની મેટલ શીટન નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ એમએમઆરડીએની ટીમ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સ્વતંત્ર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, જેનો અહેવાલ બે દિવસમાં આવશે.ઉપરાંત પ્રોજેક્ટ માટે જર્મન અને યુએસની કંપની જનરલ કન્સલ્ટન્ટ ડીબી એન્જિનિયરિંગ- હિલ- એલબીજી દ્વારા પણ સ્વતંત્ર તપાસ કરાશે અને જરૂરી પગલાં લેવાશે.

એમએમઆરડીએના અધિકારીના જણાવ્યા અનુસાર સિમેન્ટ કોન્ક્રીટના પિલરના તળિયાનો ભાગ 4.5 મીટર સુધી ઊભો કરવામાં આવ્યો છે, જ્યારે ઉપર 8 મીટરના ભાગનું કામ ચાલતું હતું. આ માટે લોખંડનું માળખું બનાવવામાં આવ્યું હતું અને દોરડાઓથી બાંધવામાં આવ્યું હતું.
ગુરુવારે રાત્રે હંગામી સપોર્ટ માળખું કાઢવામાં આવતું હતું ત્યારે કોન્ક્રીટના બ્લોકને જોડવામાં આવેલું ધાતુનું ફાસનર (ટર્નબકલ) અજ્ઞાત ચીજના અવરોધને કારણે તૂટી પડ્યું હતું. આથી દોરડા ઢીલા પડ્યા અને લોખંડનું માળખું બાજુની કમ્પાઉન્ડની દીવાલ પર પડ્યું. વડાલા- થાણે મેટ્રોને મેટ્રો-4 તરીકે ઓળખવામાં આવે ચે. મુંબઈની આ સૌથી લાંબી મેટ્રો લાઈન બનશે, જે 32.32 કિમી લાંબી છે અને તેમાં 30 સ્ટેશન આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
