
મહારાષ્ટ્ર સરકાર કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના ભારતીય રેલવે સાથે વિલીનીકરણ માટે સંમતિ આપશે, એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે વિધાનસભા પરિષદમાં કરી હતી. આ પગલાથી કે આરસીએલને તેની નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળશે. જોકે કોંકણ રેલવે નામ યથાવત્ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.

હાલમાં કેઆરસીએલ એ ભારતીય રેલવેના વહીવટી નિયંત્રણ હેઠળનું એક જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહમાં ભાજપના પ્રવીણ દરેકરના પ્રશ્નના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિલીનીકરણ માટે કેન્દ્રને તેની સંમતિ આપશે. રેલવે ટ્રેકનું ડબલિંગ કરવાનું હોય કે ભૂસ્ખલન નિવારક પગલાં લેવા માટે કોર્પોરેશન ભંડોળના અભાવે આગળ વધી શક્યું નથી, મુખ્યપ્રધાને કહ્યું. આ મુદ્દા પર કેન્દ્ર સરકાર સાથે અનેક ચર્ચાઓ થઈ હતી, અને રેલવેપ્રધાને ઉકેલ તરીકે વિલીનીકરણનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
