
મુંબઈ સહિત રાજ્યમાં મહિલાઓ માટે મફત, સલામત અને સ્વચ્છ જાહેર શૌચાલય જરૂરી છે, એમ વિધાનસભ્ય ચિત્રા વાઘે ગૃહમાં કહ્યું. તેમણે બુધવારે વિધાન પરિષદમાં આ મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, મહિલાઓ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ અને ઉપેક્ષિત મુદ્દો, જે ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, તે શૌચાલયનો મુદ્દો છે. મુંબઈમાં 1820 મહિલા દીઠ ફક્ત 1 જાહેર શૌચાલય ઉપલબ્ધ છે. શૌચાલયોની અપૂરતી સંખ્યા, નબળી સ્વચ્છતા અને સલામતીના અભાવને કારણે મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આને કારણે બુધવારે તેમણે રાજ્યમાં મહિલાઓ માટે મફત, સલામત અને સ્વચ્છ જાહેર શૌચાલયોની માગણી કરી હતી.
ચિત્રા વાઘે કહ્યું કે, ફક્ત શૌચાલય બનાવવાથી તેમની સમસ્યાઓ હલ થશે નહીં. શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા શૌચાલયોના મુદ્દાઓ અને સમસ્યાઓ અલગ અલગ છે. સરકારે પહેલા આ સમજવું જોઈએ. સરકારે રાજ્યના તમામ મહિલા શૌચાલયોનો સર્વે કરવો જોઈએ અને તે મુજબ નીતિ ઘડવી જોઈએ. મુંબઈના રહેણાક શૌચાલયોની નબળી સ્થિતિ, અસુરક્ષા અને ઊંચા જાળવણી ખર્ચને કારણે, ઘણી સંસ્થાઓ તે ચલાવવામાં અસક્ષમ છે.

મહાપાલિકાએ રહેણાક શૌચાલયોના વીજળી અને પાણીના બિલ ચૂકવવા જોઈએ. અસામાજિક તત્વોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ. રાજ્યભરમાં ક્યુઆર કોડ ફરિયાદ સિસ્ટમ શરૂ કરવી જોઈએ અને ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. રાજ્યભરમાં નિયમિત સફાઈ માટે સ્વચ્છતા સ્ક્વોડની ફ્લાઈંગ ટીમોની નિમણૂક કરવી જોઈએ. હોટલ, ઢાબા અને પેટ્રોલ પંપ પર ગંદા શૌચાલય સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેમના લાઇસન્સ રદ કરવા જોઈએ.
હાઈવે પર દરેક 25 કિમીએ શૌચાલય
આ માગણીને ગૃહમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો અને મંત્રી શિવેન્દ્રરાજે ભોંસલેએ મહિલાઓ માટે મફત અને સલામત જાહેર શૌચાલય પૂરા પાડવાનું વચન આપ્યું છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે જાહેર બાંધકામ વિભાગે રાજ્યના હાઇવે પર દર 25 કિમીએ શૌચાલય બનાવવાનો નિર્ણય લીધો છે. આ શૌચાલયોની જાળવણી, સુરક્ષા અને સફાઈની જવાબદારી સખાવતી સંસ્થાઓ અથવા સ્વ-સહાય જૂથોને સોંપવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
