
મુંબઈમાં ઊંચી ઊંચી ઈમારતોમાં આગ લાગવાની ઘટનાઓ વધી છે. ખાસ કરીને અનેક ઈમારતોમાં અગ્નિસુરક્ષા યંત્રણા કામ કરતી નથી અથવા બગડેલી હોય છે, પરંતુ સોસાયટીઓ દ્વારા તેના તરફ ધ્યાન અપાતું નથી. આને કારણે આગ લાગે ત્યારે યંત્રણા ખરાબ હોવાથી કામ કરતી નથી. પરિણામે અગ્નિશમન દળની મદદ પહોંચે ત્યાં સુધી આગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને જાનમાલને વધુ નુકસાન થાય છે.
આવા અનેક કિસ્સા બહાર આવતાં મહાપાલિકાએ આક્રમક પગલાં લેવાનું શરૂ કર્યું છે.હવે પછી સોસાયટીઓમાં આ યંત્રણા ગોઠવવામાં નહીં આવી હોય અથવા સારી સ્થિતિમાં નહીં હોય તો દંડ કરવામાં આવશે. આ દંડ પ્રોપર્ટી ટેક્સમાંથી વસૂલ કરાશે. આ માટે મહાપાલિકા દ્વારા પ્રસ્તાવ તૈયાર કરીને અગ્નિશમન દળ પાસે મોકલ્યો છે. ટૂંક સમયમાં જ તેની પર નિર્ણય થવાની શક્યતા છે.

મુંબઈમાં હાઉસિંગ સોસાયટીઓ સાથે સરકારી ઈમારતો, મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી હોય, ઊંચી ઈમારતો, હોટેલો, નાનાં- મોટાં કારખાનાં ખાતે અગ્નિશમન યંત્રણા ગોઠવવાનું અને તે સતત કાર્યરત રહે તેની ખાતરી રાખવાનું જરૂરી છે. જોકે ઘણી જગ્યાએ આ યંત્રણા બગડેલી હોય, સારી સ્થિતિમાં નહીં હોય અથવા બંધ હોય છે. મેઈનટેનન્સ કરાતું નથી. આથી આગની દુર્ઘટના બને ત્યારે આ યંત્રણા કામ કરતી નથી, જેને કારણે મોટે પાયે જાનમાલને નુકસાન થાય છે. આવું ટાળવા માટે મહાપાલિકા દ્વારા હવે આક્રમક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
મુંબઈમાં રહેવાસી ઈમારતો અને આસ્થાપનાઓને દરેક છ મહિને ફોર્મ-બી ભરીને મહાપાલિકાની વેબસાઈટ પર સુપરત કરવું પડે છે. જાન્યુઆરી અને જુલાઈ એમ વર્ષમાં બે વાર તે ભરવાનું જરૂરી છે. જો યંત્રણા કામ કરતી નહીં હોય તો અગ્નિશમન દળ 120 દિવસમાં તે કાર્યરત કરાવવા નોટિસ આપે છે. આ પછી પણ પાલન નહીં થાય તો તે ઈમારતનો વીજ પુરવઠો, પાણી પુરવઠો કાપવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
