
નિતનવા પ્રોગ્રામ પીરસીને દરેકના ચેહરા પર સ્માઇલ રેલાવતું સ્માઇલી ક્લબ જેનો દસમા વરસનો છેલ્લો પ્રોગ્રામ એટલે કે વર્ષ 2024ને અલવિદા અને વર્ષ 2025ને હર્ષોલ્લાસભેર આવકારતો ક્રિસમસ પાર્ટીનો સંગીતના લાઇવ મ્યુઝિક સાથે વેસ્ટર્ન આઉટફીટ ગાઉન સાથેનો કાર્યક્રમ ધમાકેદાર રીતે સંપન્ન થયો જે તા.૨૩ ડિસેમ્બરના આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પણ સ્માઈલી ક્લબના દરેક પ્રોગ્રામની જેમ સુપર ડુપર હિટ રહ્યો હતો. આ કાર્યક્રમમાં ફેશન શોમાં દરેક મેમ્બર્સ એ ભાગ લીધો હતો જેમાંથી 12 વિજેતા મેમ્બર્સ પ્રાઈઝ અને તાજના હકદાર બન્યા હતા. પહેલા 3 વિજેતાઓને પ્રાઈઝ, ટ્રોફી અને તાજથી સન્માનવામાં આવ્યા હતા. ગિફ્ટના સ્પોન્સર નીતાબેન શાહ હતા. જજ તરીકે બ્યુટીશિયન મૈત્રીબેન શાહ તેમજ માલવિકાબેન શાહએ બખૂબી પોતાની ભૂમિકા નિભાવી હતી. સ્માઈલી ક્લબના કોઈ પણ પ્રોગ્રામમાં અને મેમ્બરશીપમાં ઉંમરનો બાધ હોતો નથી.






આ ગ્રૂપનો ઉદ્દેશ ફક્ત બધાને સ્માઇલ કરીને એન્જોય કરાવવાનો છે. આ ગ્રુપના દરેક કાર્યક્રમને સફળ બનાવવા પ્રેસિડેન્ટ ભારતી વાસા અને કમિટી મેમ્બર્સની અથાગ મહેનત રંગ લાવે છે અને સાથે સાથે પ્રોગ્રામની સફળતા માટે દરેક મેમ્બર્સનો પણ સારો એવો સાથ સહકાર રહેતો હોય છે એમ પ્રેસિડેન્ટ ભારતી વાસાએ જણાવ્યું હતું. ૧૧માં વર્ષમાં આ સ્માઇલી ક્લબનો પ્રવેશ છે. તો જે લોકોને જોઈન થવું હોય તેમણે નીચે આપેલ કમિટી મેમ્બરનો સંપર્ક કરવો. આ એક ગ્રુપ એવું છે જે મુલુંડની બહાર લઈ જઈને નવા ઇવેન્ટસ, નવી હોટેલ્સ સાથે ધર્મ-ચેરીટી, સમાજસેવા બધું કરાવે છે. બસ તો રાહ કોની જુઓ છો? પ્રોગ્રામમાં જોઇન્ા થઈ જાવ અને મેમ્બર્સ બની જાવ. વધુ માહિતી માટે સંપર્ક ઃ પ્રેસિડેન્ટ ભારતી બેન વાસા (પિલર ઓફ સ્માઈલી ક્લબ), રેખાબેન-૯૮૩૩૫૦૩૫૩૦, રેણુકાબેન-૯૮૨૦૮૦૧૯૧૮,મીનલબેન ૮૮૫૦૭૫૪૮૨૬,સોનાબેન ૯૮૯૨૫ ૫૭૮૪૭.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
