
ગોલ્ડન એજ ગ્રૂપનો વાર્ષિકોત્સવ તા ૩ જાન્યુઆરી ને શુક્રવારના રોજ સાંજે વિકાસ સેન્ટર, ક્રાઉન બેન્કવેટ હોલમાં સંપન્ન થયો જેમાં ૧૫૦ મેમ્બરોએ હાજરી પુરાવી હતી. મુલુંડના અગ્રેસર મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે પ્રભાબેન પોપટ, હિરાલાલભાઇ મૃગ, લાલજી સર, ગુર્જરભૂમિના શાંતિલાલભાઈ ઠક્કર અને વૈશાલીબેન, જસમીનાબેન, સુભાષભાઈ, બિપિનભાઇ, આર્ય નિવાસ હોલના ટ્રસ્ટી સંદિપભાઇ પોપટ, અને જૈન સોશ્યલ ગ્રુપના ડિમ્પલબેન કોરડિયા, હિનાબેન ઠક્કર તેમજ ચાંદનીબેને હાજરી આપીને ગ્રુપની શોભા વધારી હતી. અંકિતા ડેકોરેટરર્સના જીતુભાઈ રાયમંગિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ કોઈ કારણવશ તેઓ આવી શક્યા નહોતા જેથી બધા મહાનુભાવો વચ્ચે તેમની ગેરહાજરી વર્તાતી હતી.

ગ્રુપના એડમિન પ્રધુમનભાઇ ગાંધી અને મીનાબેન ઠક્કર તેમજ જ્યોત્સનાબેન વસાએ દરેક મહેમાનોને શાલ પહેરાવીને સન્માન કર્યું હતું. દરેક મહાનુભવોએ ગ્રુપ માટે વ્યક્તવ્ય રજૂ કરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમના મનોરંજન માટે કેસિનોનો કોન્સેપ્ટ રાખવામાં આવ્યો હતો જેના માટે કલ્પનાબેન ધરમશીને ટીમ સાથે આમંત્રિત કર્યા હતા. શરૂઆત નાની નાની રમતો રમાડી ને કરવામાં આવી જેમાં વિજેતાઓને ઇનામ જાહેર કરવામાં આવ્યા.








ત્યાર બાદ કેસિનો સ્ટાઇલમાં દરેક મેમ્બરને કોઇન આપીને અગિયાર ટેબલ પર નવી નવી રમતો રમાડવામાં આવી જેમાં પણ વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા એટલે ઈનામોની જાણે વણઝાર લાગી હતી. ક્યારેય રમ્યા ન હોય એવી રમતો રમી ને બધાએ ખુબ જ મજા માણી હતી. ડિનરમાં પાંચ ટાઈપના ચાટ રાખવામાં આવ્યા હતા ભેલ, પાણીપુરી, સેવ પુરી, દહીં પુરી અને રગડા પેટીસ અને તે પણ અનલીમીટેડ. જમવામાં બધાને જલસા પડી ગયા હતા. ૨૦૨૫ના નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી. આખા વર્ષ દરમિયાન ગોલ્ડન એજ ગ્રૂપને સહયોગ આપવા માટે આર્ય નિવાસ હોલના ટ્રસ્ટી સંદિપભાઇ પોપટ અને એમની પુરી ટીમનો ખાસ કરીને શૈલેશભાઈ અને સંધ્યાબેન તથા જીતુભાઈ રાયમંગિયાનો સંસ્થા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
