
મુંબઇના પ્રભાદેવી ખાતેનું સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિર આજે ૧૧ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી પાંચ દિવસ દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. અહીં મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ આર્શીવાદ લેવા દરરોજ આવે છે
સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર શ્રી સિદ્ધિવિનાયકની મૂર્તિને બુધવાર ૧૧ ડિસેમ્બરથી રવિવાર ૧૫ ડિસેમ્બર સુધી સિંદૂરનો લેપ લગાડવામાં આવશે. પરિણામે ભક્તો આ દરમિયાન રૃબરૃમાં મૂર્તિ દર્શન કરી શકશે નહીં.

જો કે આ સમયગાળામાં તેઓને શ્રી સિદ્ધિ વિનાયકની છબી જોવાની તક મળશે. આ દરમિયાન ભક્તો માટે નિયમિત ધાર્મિક કાર્યો રાબેતા મુજબ ચાલુ રહેશે.
તા. ૧૬ ડિસેમ્બર સોમવારના રોજ શ્રી સિદ્ધિ વિનાયકની મહાપૂજા બાદ બપોર એક વાગ્યાથી શરૃ થતાં ગર્ભગૃહમાં જઇને ભક્તો દર્શન કરી શકશે. વધુમાં આ સમય દરમિયાન શ્રી મારુતિના પણ દર્શન બંધ રહેશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
