
રોહિતને તેના ભવિષ્ય વિશે પણ સવાલ કરવામાં આવ્યો હતો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રોહિતે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. રોહિતને તેના ભવિષ્ય વિશે પણ સવાલ કરવામાં આવ્યો હતો. રોહિત આ સવાલથી સહજ નહોતો લાગતો. જોકે, રોહિતે કહ્યું કે દરેક ફોર્મેટ અલગ હોય છે.
#TeamIndia captain Rohit Sharma is ready to take fresh guard ahead of the ODI series against England@IDFCFIRSTBank | @ImRo45 | #INDvENG pic.twitter.com/DJVZju0LOV
— BCCI (@BCCI) February 5, 2025

રોહિતે બુધવારે નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યારે તેને તેના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “આ કેવો પ્રશ્ન છે? આ એક અલગ ફોર્મેટ છે, જે એક અલગ રમાઇ રહ્યું છે. એક ક્રિકેટર તરીકે ઉતાર-ચઢાવ આવતા રહે છે. મારી કારકિર્દી દરમિયાન મેં ઘણી વખત આ પરિસ્થિતિનો સામનો કર્યો છે. તો આ મારા માટે નવું નથી. આપણે જાણીએ છીએ કે દરેક શ્રેણી અલગ હોય છે અને દરેક દિવસ અલગ હોય છે.
રોહિતે વન-ડે શ્રેણી પર પ્રતિક્રિયા આપી
ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી પર બોલતા રોહિતે કહ્યું, “હું પડકારોને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યો છું. હું એ જોઇ રહ્યો નથી કે અગાઉ શું થયું હતું અને પાછળ વળીને જોવામાં કોઇ મતલબ નથી. ઘણી સારી બાબતો પણ બની છે. હું સંપૂર્ણપણે આવનારા સમય પર ધ્યાન કેન્દ્રિત કરું છું. હું શ્રેણીની સારી શરૂઆત કરવાનો પ્રયાસ કરીશ.

રોહિત ગિલ સાથે ઓપનિંગ કરી શકે છે
શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે નાગપુરમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. વિરાટ કોહલી ત્રીજા નંબરે રમશે. જ્યારે શ્રેયસ ઐયરને ચોથા કે પાંચમા નંબર પર બેટિંગ કરવાની તક મળી શકે છે. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. હાર્દિક પંડ્યાનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
