
બોલીવુડના ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેત્રી કંગના રનૌત વચ્ચે ચાલી રહેલા બદનક્ષીના કેસમાં સમજૂતી સાધવા મધ્યસ્થીકર્તા સાથેની બેઠકમાં હાજર નહીં રહેતાં કોર્ટે કંગનાને બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવા પૂર્વે છેલ્લી તક આપી હતી.
ભાજપના સાસંદ અને અભિનેત્રીએ પોતાના વકિલ મારફત બાંદરા કોર્ટને જાણ કરી હતી કે પોતે સંસદમાં હોવાથી હાજર રહી શકી નહોતી.
અખ્તરના વકિલે રનૌતને હાજર રાખવા તેની સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવાની દાદ સાથેની અરજી કરી હતી. રનૌત ૪૦ તારીખોથી ગેરહાજર હોવાનું અખ્તરના વકિલે કોર્ટને જણાવ્યું હતું.રનૌતના વકિલને કોર્ટે જવાબ નોંધાવવા જણાવ્યું હતું અને વકિલે વોરન્ટ જારી કરવાનો વિરોધ કર્યો તો. જોકે મેજિસ્ટ્રેટે રનૌતને વોરન્ટ કાઢવા પહેલાં છેલ્લી તક અપાવાનું નક્કી કર્યું હતું.

અખ્તરના ઘરે માર્ચ ૨૦૧૬માં થયેલી બેઠકને લઈને બંને વચ્ચે કાનૂની જંગ થયો હતો. રનૌત અને અભિનેતા રિતીક રોશને ઈમેઈલની આપલે કરી હોવાના સમાચાર વહેતા થયા હતા જેને લઈને જાહેરમાં કાદવ ઉછાળ થયો હતો. રોશનના નજીકના હોવાથી અક્તરે રનૌત સાથે બેઠક કરી હતી અને કથિત રીતે રોશનની માફી માગવા રનૌતને જણાવ્યું હતું.
રનૌતે એ વખતે કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો પણ ૨૦૨૦માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાને પગલે રનૌતે અખ્તર સાથેની બેઠકને લઈને એક ટીવી મુલાકાતમાં ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બદનક્ષીભરી હોવાનું ગણાવીને રનૌત સામે કેસ કર્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
