
દાદરના શિવાજી પાર્ક મેદાનની ધુળની સમસ્યા ઉકેલાય એવા કોઈ ચિહ્ન દેખાતા નથી. મુંબઈ આઈઆઈટીની સૂચના અનુસાર મેદાનમાં ઘાસનું વાવેતર કરવાની હજી શરૂઆત થઈ નથી. મેદાનમાં ઘાસનું વાવેતર કરવાના બદલે માટી કાઢવાની જરૂર છે એવો મત ત્યાંના કેટલાક રહેવાસીઓનો છે. આ પ્રશ્ન પર કોઈ ઉકેલ નીકળતો ન હોવાથી શિવાજી પાર્ક રહેવાસી સંગઠને હવે કોર્ટના પગથિયા ચઢવાનું નક્કી કર્યું છે. એના માટે હાઈ કોર્ટ અથવા હરિત લવાદ પાસે દાદ માગવાનો સંગઠનનો વિચાર છે.
દાદર પશ્ચિમમાં છત્રપતિ શિવાજી મહારાજ મેદાનની લાલ માટીનો પ્રશ્ન છેલ્લા કેટલાય વર્ષોમાં ઉકેલાયો નથી. દર વર્ષે શિયાળો આવે એટલે આ મેદાનની માટી હવામાં ઉડે છે અને ત્યાંના રહેવાસીઓને ત્રાસ થાય છે. ઉનાળામાં આ ત્રાસ ઘણો વધે છે. મેદાનની માટી કાઢવાની માગણી રહેવાસીઓ છેલ્લા ઘણાં વર્ષથી કરી રહ્યા છે. આ સમસ્યા પર ઉકેલ શોધવા મુંબઈ મહાપાલિકાએ આઈઆઈટીની મદદ લેવાનું નક્કી કર્યું હતું. એ અનુસાર આઈઆઈટીએ મેદાનનું નિરીક્ષણ કરીને જાન્યુઆરી મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.

એમાં આઈઆઈટીએ માટી ન કાઢવાની ભલામણ કરી હતી. તેમ જ ધુળ ન ઉડે એ માટે માટી પર રોલર ફેરવવું, પાણી છાંટવું જેવી ઉપાયયોજના કરવા જણાવ્યું. એ સાથે જ ચોમાસા પહેલાં મેદાન પર ક્રિકેટની પીચનો એરિયા છોડીને બાકીના ભાગમાં ઘાસનું વાવેતર કરવું એવો આદેશ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળે મુંબઈ મહાપાલિકાને આપ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
