
રાજ્ય પરિવહન (એસટી) મહામંડળમાં પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે હવે મહામંડળે સાદી બસ એટલે કે લાલ પરીમાં પણ આધુનિક સુરક્ષા યંત્રણા પૂરી પાડવા હિલચાલ શરૂ કરી છે. એસટીના કાફલામાં નવી 3 હજાર બસ દાખલ થવાની છે.
એમાં સીસીટીવી, જીપીએસ અને પેનિક બટનની સુવિધાનો સમાવેશ બસ તૈયાર કરતા સમયે જ કરવામાં આવશે. મહામંડળે બસ ખરીદીની ટેંડર પ્રક્રિયા શુક્રવારેથી શરૂ કરી છે. એસટીના કાફલામાં દોડતી શિવનેરી, શિવશાહી બસ છોડીને બાકીની બસમાં સીસીટીવી કેમેરા ચાલુ નથી. એસટીની ઈ-શિવાઈ બસમાં સીસીટીવી છે. હવે નવેસરથી દાખલ થનારી બસોમાં પણ સીસીટીવી રહેશે. નાણાં ખાતાંની મંજૂરી મળેલી પંચવાર્ષિક યોજના અનુસાર એસટી મહામંડળમાં દર વર્ષે પાંચ હજાર સાદી બસની ખરીદી કરવામાં આવશે.

2025-26માં પહેલી પાંચ હજાર બસમાંથી 3 હજાર બસની ખરીદી પ્રક્રિયા શરૂ થઈ છે. સીસીટીવી ચાલુ હોય એવી બસનો પહેલો તબક્કો વર્ષના અંતે દાખલ થશે. એ પછી તબક્કાવાર બાકીની બસ આવશે. અત્યારે 2 હજાર 650 ખરીદી કરવાની ટેંડર પ્રક્રિયા પૂરી થઈ છે એમ મહામંડળના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. દરેક બસને 10 બસ પ્રવાસી પરિવહન માટે આપવામાં આવી રહ્યા છે. મહામંડળના કાફલામાં અત્યારે 14 હજાર બસ છે. 10 હજાર બસની આયખુ 10 થી 14 વર્ષ છે અને આગામી છથી આઠ મહિનામાં તબક્કાવાર કાઢી નાખવામાં આવશે. ફક્ત 4 હજાર બસ લાંબા સમય માટે વાપરવા લાયક છે. 5 હજાર 130 ઈ-બસમાંથી 300 બસ ફેબ્રુઆરીના અંતમાં દાખલ થઈ છે. 2 હજાર 650 બસમાંથી 320 બસ ફેબ્રુઆરીના અંતમાં મહામંડળમાં દાખલ થઈ છે. દર મહિને 300ના તબક્કામાં બસ એસટીના કાફલામાં દાખલ થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
