
મોગલ સમ્રાટ ઔરંગઝેબ પર કરેલી ટિપ્પણીને કારણે વધી રહેલા હોબાળાથી સમાજવાદી પાર્ટી (સપા)ના વિધાનસભ્ય અબુ આઝમીએ માફી માગીને કહ્યું હતું કે તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કરાયા છે.
જોકે મારા આ નિવેદનને કારણે કોઈની પણ લાગણીને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લેવા તૈયાર છું. મારા શબ્દોને તોડીને રજૂ કરાયા છે. મેં ઈતિહાસકારો અને લેખકોએ ઔરંગઝેબ રહેમતુલ્લા અલી માટે જે દાવો કર્યો હતો એ કહ્યું હતું.

આઝમીએ તેના સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું હતું કે મેં છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ કે પછી અન્ય કોઇ મહાપુરુષો વિશે કોઇ અપમાનજનક ટિપ્પણી કરી નથી. જો કોઇને મારા નિવેદનથી દુઃખ પહોંચ્યું હોય તો હું મારા શબ્દોને પાછા લઉં છું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
