
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (કાંદાવાડી-મુંબઈ) દ્વારા સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૫૦૦થી વધુ સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના દાતાઓ દ્વારા ખાદ્યસામગ્રી સાધર્મિક પરિવારોને ખૂબ જ ઉદાર હાથે આપવામાં આવી હતી. આ પ્રસંગે સંઘના ઉપ પ્રમુખ સંજયભાઈ જીવનલાલ શાહ, ટ્રસ્ટી અશોક નરસિંહ ચરલા અને મહિલા વિભાગના ઉપપ્રમુખ અલ્પાબેન શાહ અને અન્ય દાતાઓનું બહુમાન સંઘના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.
સંઘના ઉપ પ્રમુખ સંજયભાઈ શાહે જણાવ્યું કે આ બધા સાધર્મિકો આપણાં ભાઈ- બહેનો જ છે અને તેમનું જીવન કેવી રીતે ઊંચું લાવવું તે માટે સુંદર સૂચનો કર્યાં હતાં. આપણા ધંધાકીય વ્યવસાયમાં પણ વધુમાં વધુ સાધર્મિકો ભાઈઓ અને સાધર્મિકો બહેનોને પ્રાથમિકતા આપવી જોઈએ તથા સાધર્મિક ભાઈ- બહેનોના અભ્યાસની અને લગ્નની પણ જવાબદારી જૈન સંઘ અને દાતાઓએ ઉપાડવી જોઈએ. આ કાર્યમાં દરેકે જોડાવું જોઈએ અને યથાશક્તિ યોગદાન આપીને સાધર્મિક ભાઈ- બહેનોના જીવનનો સ્તર ઉપર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

અશોક નરસિંહ ચરલાએ જણાવ્યું કે આવનારા સમયમાં ટિફિન સેવા પણ ચાલુ કરવામાં આવશે જેથી તેનો લાભ આપણા વૃદ્ધ સાધર્મિકોને મળશે. સાધર્મિક ભક્તિનો લાભ ખૂબ શ્રેષ્ઠ છે. ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ સ્વામી ભગવાને તેમના પૂર્વ ભવમાં સાધાર્મિક ભક્તિ કરીને તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું.
આ પ્રસંગે સ્થાનકવાસી સંઘના પદાધિકારી પ્રમુખ ભરતભાઈ મનુભાઈ શાહ, રજનીભાઈ રવાણી-ટ્રસ્ટી, ઉપાધ્યક્ષ ભરતભાઈ વિરાણી, મંત્રી કમલેશભાઈ વી. શાહ, અશોક પી. પારેખ, કારોબારીના સભ્યો હસમુખભાઈ શાહ, મનોજ ધીરજલાલ ગાલા, કાર્યકરો દિપકભાઈ ગડા, અમિતભાઈ છાડવા, રાજેશભાઈ સાવલા, મહિલા વિભાગનાં વૈશાલીબેન મનોજ ગાલાએ સેવા આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
