
બોરીવલીની વૃદ્ધા પાસેથી ડિજિટલ એરેસ્ટ ફ્રોડમાં ૧૭ લાખ રૂપિયા કથિત રીતે પડાવનારા રાજકોટના લોન એજન્ટની પોલીસે ધરપકડ કરી હતી. નૉર્થ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ જયદેવ દવે (૪૨) તરીકે થઈ હતી. ગુજરાતના રાજકોટમાં રહેતો દવે લોન એજન્ટ તરીકે કામ કરતો હતો. વિવિધ બૅન્ક અને ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી ગ્રાહકોને લોન અપાવવામાં તે મદદ કરતો હતો.
લોન અપાવવાને નામે આરોપી ગ્રાહકોના બૅન્ક ખાતાની વિગતો મેળવી લેતો હતો. બાદમાં સાયબર ફ્રોડથી રૂપિયા મેળવવા માટે તે બૅન્ક ખાતાનો ઉપયોગ કરતો હતો. છેતરપિંડીથી મેળવેલા રૂપિયા આ ખાતામાં જમા થતાં જ તાત્કાલિક તે બીજા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દેતો હતો. પછી એ ખાતામાંથી રૂપિયા કઢાવીને તે આ ફ્રોડ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને નાણાં પહોંચતાં કરતો હતો.

આ કામ માટે તેને કમિશનની નક્કી કરેલી રકમ મળતી હતી, એવું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. બોરીવલીની વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટને નામે દવેએ ૧૭ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી, જેમાંથી ૧૦ લાખ રૂપિયા તેણે પોતાના કાકાના નામના બેન્ક ખાતામાં પ્રાપ્ત કર્યા હતા. તપાસ દરમિયાન બૅન્ક ખાતાની વિગતને આધારે પોલીસની ટીમ રાજકોટ પહોંચી હતી અને દવેના કાકાને તાબામાં લીધો હતો. પૂછપરછમાં એ ખાતાનો ઉપયોગ જયદેવ દવે કરતો હોવાનું જાણવા મળતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
