
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (ઉત્તર) ફેઝ-ટૂ માટે ૩૩૭ વૃક્ષોને કાપી નાખવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજના સામે કાંદિવલીના નાગરિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પાલિકા પ્રશાસને ૨૨૮ વૃક્ષોનું પુન:રોપણ કરવાની ખાતરી આપી છે, છતાં મૂળથી ઉખેડી નાંખ્યા બાદ આ વૃક્ષો જીવી શકશે નહીં એવો ડર રહેવાસીઓને સતાવી રહ્યો છે. તેેથી હવે સ્થાનિક પ્રધિનિધીઓએ આ પૂરા વિવાદમાં ઝુકાવ્યું છે અને હવે શક્ય હોય તેટલા વૃક્ષોને બચાવવા માટે રસ્તો શોધવા માટે પાલિકા પ્રશાસન સાથે તાત્કાલિક ધોરણે એક મીટિંગનું આયોજન કર્યું છે.
ગુરુવારે સાંજે કાંદિવલી (પશ્ર્ચિમ)ના ચારકોપર સેકટર આઠના રહેવાસીઓએ તેમના વિસ્તારમાં આવેલા વૃક્ષો પર પાલિકા દ્વારા લગાવવામાં આવેલી જાહેર નોટિસને જોઈને ચિંતામાં મુકાઈ ગયા હતા. બે દાયકા પહેલા વાવેલા વૃક્ષો આજે ઘટાદાર બની ગયા છે ત્યારે તેને કોસ્ટલ રોડ-ટૂ માટે કાપવાની યોજના પાલિકાએ બનાવી છે.

આ કોસ્ટલ રોડ વર્સોવાથી દહિસર જવાનો છે. લગભગ ૧૬,૬૨૧ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ૨૦ કિલોમીટરના આ પ્રોજેક્ટનો હેતુ વર્સોવા અને દહિસર વચ્ચે એક મહત્ત્વની લિંક બની રહેવાનો છે. જોકે કોસ્ટલ રોડ માટે વૃક્ષો કાપવાના પાલિકાના નિર્ણયથી વર્ષો સુધી ઉછેરેલા વૃક્ષોને કાપી નાખવા સામે સ્થાનિકો નારાજ થઈ ગયા છે અને પર્યાવરણને તેનાથી નુકસાન થવાનો ભય પણ તેઓએ વ્યક્ત કર્યો છે.
સ્થાનિક નેતાના કહેવા મુજબ તેઓએ આ બાબતે પાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને શનિવારે આ બાબતે વધુ ચર્ચા થવાની છે. આ પ્રોજેક્ટ બધાને ઉપયોગી બની રહેશે અને તે માટે વૃક્ષો પણ કાપવા પડશે. છતાં શક્ય હોય એટલા ઓછો વૃક્ષોને બચાવી શકાય તેવી વિનંતી પ્રશાસને કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
