
થાણે શહેરમાં રહેલા ઘોડબંદર રોડ પરની ભારે ટ્રાફિકની સમસ્યાનો નિકાલ લાવવા માટે તેને સમાંતર કોસ્ટલ રોડ બનાવવાની યોજના થાણે મહાનગરપાલિકાએ હાથ ધરી છે.
થાણે મહાનગરપાલિકાના કમિશનર સૌરભ રાવના જણાવ્યા મુજબ ઘોડબંદર રોડ પર ટ્રાફિકની કાયમી સમસ્યા રહેલી છે. તેથી ડેલવપમેન્ટ પ્લાનમાં દર્શાવેલા ૪૦-૪૫ મીટર પહોળા અને ૧૩.૪૪૭ કિલોમીટર લંબાઈના ઘોડબંદર રોડને સમાંતર બાળકુમથી ગાયમુખ (કોસ્ટલ રોડ) મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ની મદદથી બનાવવામાં આવવાનો છે.

આ કામ માટે ૩,૩૬૪.૬૨ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટના અહેવાલને એમએમઆરડીએ તરફથી પ્રશાસકીય અને નાણાકીય માન્યતા મળી ગઈ છે. આ પ્રોજેક્ટની લંબાઈ ૧૩.૪૪૭ કિલોમીટર અને પહોળાઈ ૪૦થી ૪૫ મીટર છે. તેમાંથી ૪૮૩ મીટર ઓપન કટ હોઈ ૪૬૨૪૧ મીટર રોડ એમબેન્કમેન્ટ છે અને ૮,૩૪૩ મીટર રોડ ઓન સ્ટીલ્ટ વાયાડક્ટ બ્રીજ છે. આ પ્રોજેક્ટ માટે ૫૪.૨૯ હેકટર જમીનની આશ્યકતા છે, જેમાં અત્યાર સુધી ૩૭.૮૫ હેકટર (૬૯.૭૨ ટકા) જગ્યા ઉપલબ્ધ થઈ ગઈ છે. તો ૬.૦૮ હેકટર (૧૧.૨૦ ટકા) જમીનના સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે. મોઘરપાડામાં સરકારની ૧૦.૩૬ હેકટર (૧૯.૦૮ ટકા) જમીનનું એમએમઆરડીએ મારફત સંપાદન કરવામાં આવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
