
પનવેલમાં લૂંટ કરવા આવનાર આંતરરાજ્ય લૂંટારુઓની એક ટીમનો પનવેલ પોલીસે વાશીના સેકટર આઠમા ં ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો હતો. જોકે આ દરમિાયન લૂંટારુઓની જીપ પૂરઝડપે ડિવાઇડર સાથે અથડાયા બાદ પલ્ટી ખાઇ જતા લૂંટારુઓની લૂંટની યોજના પર પાણી ફરી વળ્યું હતું. દરમિયાન પાંચ લૂંટારુઓ વાહનમાંથી બહાર નીકળી મેન્ગ્રોવ વિસ્તારમાં ભાગી છૂટયા હતા પણ તેમનો એક સાથીદાર પોલીસના હાથે પકડાઇ ગયો હતો. આ ઘટના બાદ પોલીસે ડૉગ સ્કવોડ અને ડ્રોનની મદદથી ભાગી છૂટેલા લૂંટારુઓને પકડી પાડવાના પ્રયાસો કર્યા હતા પણ કોઇ સફળતા મળી નહોતી.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર પનવેલમાં અમૂક લૂંટારુઓ લૂંટની યોજના બનાવી રહ્યા હોવાની જાણ ક્રાઇમ બ્રાન્ચ-૨ની ટૂમને મળી હતી. લૂંટારુઓ વાશીમાં ભેગા થયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ-૨ના ઇન્ચાર્જ ગવળીની ટીમે વાશી સેકટર-આઠમાં છટકું ગોઠવ્યું હતું.

આ સમયે એક જીપ ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઇ હતી. પોલીસની ટીમે તરત જ જીપનો પીછો શરૃ કર્યો હતો. ફિલ્મી સ્ટાઇલમાં પીછો ચાલી રહ્યો હતો ત્યારે લૂંટારુંઓની જીપ પૂરઝડપે પાસેના એક ડિવાઇડર સાથે ભટકાઇ પલ્ટી ખાઇ ગઇ હતી. આ લોકો ત્યારબાદ તરત વાહનમાંથી બહાર આવી પાસેના મેનગ્રોવ વિસ્તારમાં ભાગી છૂટયા હતા. જોકે પોલીસે પરમજીત સિંહ ઉર્ફે નાગેશ નાગરાજ નામના એક લૂંટારુને પકડી પાડયો હતો. પોલીસે તેમના વાહનમાંથી રોડ, કટર મરચાની ભૂકી જેવી સામગ્રી જપ્ત કરી હતી. નાગરાજ સામે પંજાબ, થાણે અને મુંબઇના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસે ત્યાર બાદ ભાગી છૂટેલા નાગેશના અન્ય સાથીઓ સરદાર, નેપાલી થાપા, હસન જેવા અન્ય લૂંટારુંઓને પકડી પાડવા ડોગ સ્કવોડ અને ડ્રોનની મદદ લીધી હતી જોકે તેમને સફળતા મળી નહોતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
