
પુણેના સ્વારગેટ પરિસરમાં બસમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના તાજી છે ત્યાં જોગેશ્વરીમાં રહેતી 12 વર્ષની બાળકી પર કથિત સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોગેશ્વરીની જ એક રૂમમાં લઈ ગયા પછી બાળકી સાથે કુકર્મ આચરાયું હોવાનું ફરિયાદમાં જણાવાતાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. બાળકી ગુમ થયાના ત્રણ દિવસ પછી મધરાતે દાદર રેલવે સ્ટેશનેથી મળી આવી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ છઠ્ઠા ધોરણમાં ભણતી બાળકીની ફરિયાદને આધારે જોગેશ્ર્વરી પરિસરમાંથી પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. બાળકીએ જણાવેલી આપવીતીની ખાતરી કરવામાં આવી રહી છે અને આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરાઈ છે.

મળતી માહિતી અનુસાર જોગેશ્વરીમાં રહેતી બાળકી એ જ પરિસરમાં રહેતી નાનીને મળવા જવાને બહાને 24 ફેબ્રુઆરીની રાતે ઘરથી નીકળી હતી. ખાસ્સો સમય વીત્યા છતાં તે પાછી ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. બાળકીની કોઈ ભાળ ન મળતાં આખરે જોગેશ્વરી પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પોલીસે બાળકીના અપહરણનો ગુનો નોંધી તેની શોધ હાથ ધરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
