
જે. જે. હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ પર પ્રથમ વખત રોબોટના માધ્યમથી અદ્યતન પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવશે. નવા વર્ષથી આ ઓપરેશનની શરૂઆત કરવામાં આવશે. આ ઓપરેશન સહેલાઈથી પાર પડે એ માટે હોસ્પિટલના ડોકટર, નર્સ અને ટેકનિશિયનોને અત્યારે પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ પ્રશિક્ષણ અને કેટલીક ટેકનિકલ પ્રક્રિયા પૂરી થતાં જ રોબોટની મદદથી ઓપરેશન કરવાની શરૂઆત કરવામાં આવશે. હોસ્પિટલના ડોકટર, નર્સ અને ટેકનિશિયનોને અત્યારે પ્રશિક્ષણ આપવા માટે સ્ટિમ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં રોબોટની મદદથી ઓપરેશન કરવામાં આવે છે.
રોબોટની મદદથી ચોકસાઈપૂર્વક અને ઊંડાણપૂર્વક પદ્ધતિથી ઓપરેશન કરવું શક્ય થાય છે. જો કે આ પદ્ધતિથી ઓપરેશન અત્યંત ખર્ચાળ હોવાથી સામાન્ય દર્દીઓને એ પરવડતું નથી. હવે સામાન્ય નાગરિકોને પણ લાભ થાય એ માટે જે. જે. હોસ્પિટલ આગળ આવી છે. એના માટે હોસ્પિટલમાં રોબોટ લાવવામાં આવ્યો છે. આ રોબોટના માધ્યમથી ઓપરેશન કરવા હોસ્પિટલના ડોકટર, નર્સ અને ટેકનિશિયનોને પ્રશિક્ષિત હોવા જરૂરી છે. તેથી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં અત્યારે હોસ્પિટલના ડોકટર, નર્સ અને ટેકનિશિયનોને પ્રશિક્ષણ ચાલુ છે.

ડોકટરોને પ્રશિક્ષણ આપવા સાથે જ રોબોટના ઉપયોગ માટે ઊભા કરવામાં આવનારા સ્વતંત્ર ઓપરેશન થિયેટરનું કામ પૂરું થવા આવ્યું છે. તેથી પ્રશિક્ષણ અને કેટલીક ટેકનિકલ પ્રક્રિયા પૂરી થતાં જ જે. જે. હોસ્પિટલમાં રોબોટની મદદથી ઓપરેશન કરવાની શરૂઆત થશે.
રોબોટની મદદથી કરવામાં આવતા ઓપરેશનમાં દર્દીઓને ઓછી પીડા થાય છે, ઓછો રક્તસ્ત્રાવ થાય છે. તેમ જ દર્દી ઝડપથી સાજો થાય અને હોસ્પિટલમાં રહેવાનો સમય ઓછો થાય છે એવી માહિતી ઓપરેશન ડિપાર્ટમેંટના પ્રમુખ ડો. અજય ભંડારવારે આપી હતી.જે. જે. હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને અદ્યતન અને રોબોટના માધ્યમથી કરવામાં આવનારા ઓપરેશનનો લાભ થાય એ માટે મેડિકલ શિક્ષણ વિભાગે રોબોટ માટે 35 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

કેવી રીતે થાય છે રોબોટિક સર્જરી?
પ્રચલિત પદ્ધતિથી ઓપરેશન કરતા ડોકટરોને દર્દીની ચારે તરફ ફરવું શક્ય થતું નથી. તેથી અનેક અડચણનો સામનો કરવો પડે છે. જો કે રોબોટમાં રહેલા કેમેરા ઓપરેશન કરતા સમયે માનવ શરીરનો દરેક ભાગ વધુ સૂક્ષ્મતાથી દેખાડે છે. તેમ જ રોબોટના હાથમાં લાગેલો પ્રોબ 360 ડિગ્રી ફરતો હોવાથી ડોકટરો માટે રોબોટની મદદથી ઓપરેશન કરવું સહેલું થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
