
ચીની વાઇરસ તરીકે ઓળખાતા એચએમપીવી (હ્યુમન મેટા ન્યુમો બાઇરસ) વાઇરસના બેંગ્લોર અને અમદાવાદમાં બે કેસ નોંધાયા તેને પગલે લોકોમાં ફેલાયેલા થોડા ફફડાટ અંગે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન પ્રકાશ આબીનકરે જણાવ્યું હતું કે ચિંતા કરવાની જરૃર નથી, અમે તમામ આરોગ્ય સંબંધિત વિભાગોને સાવચેતીના પગલાં લેવાનો આદેશ આપ્યો છે. મુંબઈ મહાપાલિકાએ પણ જણાવ્યું હતું કે હજુ સુધી મુંબઈમાં એક પણ કેસ નોંધાયો નથી. લોકો સામાન્ય તકેદારી રાખી શકે છે પરંતુ ગભરાવાનું કોઈ કારણ નથી.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં છીંક ખાતી વખતે નાક આડે નેપકિન કે રૃમાલ રાખવાની, ખાંસી ખાતી વખતે મોઢા આડે રૃમાલ રાખવાની, હાથ સાબુથી ધોવાની તેમજ આલ્કોહોલ મિશ્રિત સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

ડિરેકટોરેટ ઓફ હેલ્થ સર્વિસીઝ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ વાઇરસે સૌથી પહેલાં ૨૦૦૧માં નેધરલેન્ડમાં દેખા દીધી હતી. શ્વનતંત્રને લગતો આ સામાન્ય વાઇરસ છે, જે શ્વનતંત્રના ઉપલા ભાગ પર (અપર રેસ્પીરેટરી ટ્રેક) અસર કરે છે. આ વાઇરસ શિયાળામાં અને ઉનાળાની શરૃઆતમાં સક્રિય બને છે. રેસ્પીરેટરી સાઇનસાઇટિયલ વાઇરસ (આર.એસ.વી.) અને ઇન્ફલ્યુએન્ઝા જેવાં જ એચએમપીવી વાઇરસ છે.
મહારાષ્ટ્રમાં હજી સુધી એક પણ એચએમપીવીનો કેસ નોંધાવો નથી એવી માહિતી આપતા રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે અમારા વિભાગ તરફથી કરવામાં આવેલા વિશ્લેષણમાં ૨૦૨૩થી ૨૦૨૪ દરમ્યાન શ્વસનતંત્રને લગતી બીમારીના કેસમાં કોઇ જ નોંધપાત્ર ફેર પડયો નથી. આમ છતાં અગમચેતીના પગલાં તરીકે લોકો સાવધાનીપૂર્વક વર્તે માટે એડવાઇઝરી બહાર પાડી છે. આ માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.મંત્રાલયમાં યોજાનારી બેઠકમાં એચએમપીવી વાઇરસ અંગે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે એવી માહિતી આપતા આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે નાગરિકોએ કઇ રીતે સાવચેતી રાખવી એ બાબતમાં અમે માર્ગદર્શક સૂચના આપી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
