
વિદ્યાર્થીઓ અને શિક્ષકો ૯થી ૧૧ જાન્યુઆરીએ પહોંચી જશો જે.ડી.ટી. હાઈસ્કૂલ, મલાડમાં જ્યાં જિલ્લા શિક્ષણ વિભાગે એક રસપ્રદ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું છે. આજના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ રસ પેદા થાય એવું વાતાવરણ નિર્માણ કરવું ખૂબ જરૂરી છે.
વિદ્યાર્થીઓમાં સંશોધન તરફના અભિગમને વેગ આપવા અને તેમની કલ્પનાશકિત વિકસાવવા, વિદ્યાર્થીઓને વિજ્ઞાનની નવી શોધોથી પરિચિત કરવા તેમજ તેમના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે આ વિજ્ઞાન પ્રદર્શન જાન્યુઆરી ૯થી ૧૧ તારીખોમાં મલાડમાં યોજાયું છે.

આ પ્રદર્શનની મુખ્ય થીમ “ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી” છે, જેની પેટા થીમ છે (1) ખોરાક,આરોગ્ય અને સ્વચ્છતા, (2) પરિવહન અને સંચાર, (3) કુદરતી ખેતી, (4) ડિઝાસ્ટર મેનેજમેન્ટ, (5) મેથેમેટિકલ મોડલિંગ કોમ્પ્યુટેશનલ થિંકિંગ, (6) વેસ્ટ મેનેજમેન્ટ, (7) રિસોર્સ મેનેજમેન્ટ.
પ્રદર્શનમાં આવી વિવિધ થીમ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા પ્રોજેક્ટસ જોવા મળશે. શિક્ષણ વિભાગ તરફથી શિક્ષક નિરીક્ષક અંતર્ગત જિલ્લા સ્તરના વિજ્ઞાન પ્રદર્શનનું આ આયોજન જે. ડી. ટી. હાઈ સ્કૂલ સંસ્કાર એજયુકેશન સોસાયટી, કુરાર વિલેજ. મલાડ (ઇસ્ટ)માં તારીખ 9 થી 11 જાન્યુઆરી 2025 ના દિવસોમાં રાખવામાં આવ્યું છે. એનો સમય સવારે 9:00 થી સાંજના 4:00 સુધીનો રહેશે એવું એચ વોર્ડનાં પ્રચાર કન્વીનર તથા પ્યુપીલ્સ ઑન સ્કૂલનાં આચાર્યા કેયુરી પટેલે જણાવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ તથા અન્ય રસ ધરાવતાં વાલીઓ પણ હાજરી આપી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
