
નવી મુંબઈ પોલીસે થર્ટીફર્સ્ટની રાત્રે શરાબ અને ડ્રગ્સનું સેવન કરીને વાહન નહીં ચલાવવા માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો અને કહ્યું કે 2025ની સુરક્ષિત શરૂઆતની ખાતરી રાખવા માટે અમે સંપૂર્ણ સુસજ્જ છીએ.હોટેલો, ફાર્મહાઉસ અને અન્ય સ્થળો ખાતે વિવિધ કાર્યક્રમો અને પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારંબેએ જણાવ્યું કે ખાસ કરીને થર્ટીફર્સ્ટની રાત્રે મહિલાઓ અને બાળકો સહિત પરિવારો માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા મુખ્ય રસ્તાઓ અને જંકશનો પર પોલીસે તહેનાત કરવામાં આવશે.

અમારો નાગરિકોને ખાસ અનુરોધ છે કે તેમણે શરાબ અથવા ડ્રગ્સના નશામાં વાહન નહીં ચલાવવા જોઈએ. નવા વર્ષનું જવાબદારીથી સ્વાગત કરીએ અને પોતાના તથા અન્યો માટે આ વર્ષ સુરક્ષિત રહે તેની ખાતરી રાખીએ. અમારું લક્ષ્ય 2025ની શરૂઆત ડ્રગમુક્ત અને દુર્ઘટનામુક્ત કરવાનું છે, એમ તેમણે જણાવ્યું હતું.અમે ડ્રંક ડ્રાઈવ અને નાર્કોટિક્સના ઉપયોગ સામે કડક પગલાં લેવા સહિત રસ્તા સુરક્ષા કાયદાનો અમલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અંડરકવર પોલીસો સહિત ઠેર ઠેર પોલીસો ચાંપતી નજર રાખશે. પનવેલ, ઉરણ અને અન્ય વિસ્તારોમાં મોટા મેળાવડા અને પાર્ટીઓ સહિતની ઉજવણીઓ પર ખાસ નજર રાખવામાં આવશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
