
ભારતનો વીતેલા વર્ષોનો સ્ટાર-ક્રિકેટર વિનોદ કાંબલી થાણે જિલ્લામાં ભિવંડીની આકૃતિ હૉસ્પિટલમાં હવે સારવાર મળ્યા બાદ તબિયત સારી થઈ જતાં ખુશમિજાજમાં છે અને એક તબક્કે તો તે હૉસ્પિટલમાં ખુશ થઈને નાચી ઊઠ્યો હતો. જાણીતા ગીતની ધૂન પર ડાન્સ કરી રહેલા કાંબલીનો વિડિયો વાયરલ થયો છે.
કાંબલીને આનંદિત મૂડમાં જોઈને હૉસ્પિટલના સ્ટાફ મેમ્બરો તો પ્રભાવિત થયા જ છે, સોશિયલ મીડિયા પર કાંબળીના ચાહકોએ પણ ખુશી વ્યક્ત કરી છે.

બાવન વર્ષના કાંબલી એ યુરિનમાં થયેલા ઇન્ફેક્શન તેમ જ સ્નાયુઓમાં થતી કળતરને લગતી સારવાર લીધી છે. 21મી ડિસેમ્બરે તેને આ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના શરીર સંબંધિત કેટલીક ચકાસણીઓ થતાં ડૉક્ટરને જાણવા મળ્યું હતું કે તેના મગજમાં લોહીના ગઠ્ઠા જામી ગયા છે.
જોકે તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ સોમવારે કહ્યું હતું કે કાંબળીની તબિયત હવે ઘણી સારી છે.’ કાંબલી ભારત વતી 17 ટેસ્ટ અને 104 વન-ડે રમ્યો હતો. તેને ખરાબ ફૉર્મને કારણે ઘણી વાર ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. કાંબલીની તબિયત સારી થતાં તેના ચાહકોએ સોશિયલ મીડિયામાં જે આનંદ વ્યક્ત કર્યો એના જવાબમાં કાંબલીએ લખ્યું છે કે હું તમારા બધાના પ્રેમ અને શુભેચ્છાને કારણે જ હવે સારી હાલતમાં છું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
