
આર્થિક રાજધાની મુંબઈથી રાજ્યની ઉપરાજધાની નાગપુરને જોડતા સમૃદ્ધિ એક્સપ્રેસ વેનું દેશની રાજધાની દિલ્હી સાથે જોડાણ પૂરું થયું છે. આ 4.2 કિલોમીટર લાંબા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેથી રોડ છે. સમૃદ્ધિ એક્સપ્રેસ વેને કારણે મુંબઈથી નાગપુરનો 701 કિલોમીટરનો પ્રવાસ વીસના બદલે ફક્ત આઠ કલાક પર લાવનાર દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે. એ અત્યાર સુધી ત્રણ તબક્કામાં 625 કિમી (ઈગતપુરી-નાગપુર-ઈગતપુરી) એમ શરૂ થયો છે. મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે બાંધેલા આ એક્સપ્રેસ હાઈવેને કારણે આ બંને શહેર અને એને જોડવામાં આવેલા 14 જિલ્લાની અવરજવર અને વાહનવ્યવહાર વધ્યો છે. એના માટેના રોડનું કામ પણ પૂરું થયું છે.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈને પૂર્ણપણે નવો બાંધવામાં આવી રહ્યો છે. એનએચએઆઈના મુંબઈ મુખ્યાલય અંતર્ગત તમામ 103 કિલોમીટરના કામ માટે કોન્ટ્રેક્ટર નિયુક્ત કરવામાં આવ્યો છે. એનું કામ પણ ચાલુ છે. જૂન 2025 સુધી આ કામ પૂરું થશે. આ એક્સપ્રેસ હાઈવે દક્ષિણ તરફ આમને પછી અંબરનાથ નજીકના ભોજ અને ત્યાંથી મોરબે સુધી (તળોજાની પૂર્વ બાજુ) તૈયાર થઈ રહ્યો છે. ત્યાંથી આગળ રાજ્ય રસ્તા મહામંડળના રસ્તાથી એ જેએનપીટી સુધી લઈ જવાનો પ્રસ્તાવ છે. 4.2 કિલોમીટરનો સ્પર બાંધતા એમાં એક કિલોમીટર અંતરે ગોડાઉનની અડચણ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
