
કન્સ્ટ્રક્શન સાઈટોને કારણે થતા પ્રદૂષણ મુખ્ય કારણ
મુંબઈમાં કન્સ્ટ્રક્શન સાઈટોને કારણે થતા પ્રદૂષણને રોકવા માટે બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) એ માર્ગદર્શિકા જાહેર કરી હતી. એનું પાલન ન કરવામાં આવતાં મુંબઈની ૪૭૪ બાંધકામ સાઈટોને નોટિસ મોકલી નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી હતી ત્યારે ટી વોર્ડના બાંધકામ વિભાગ દ્વારા મુલુંડની ૧૨ બાંધકામ સાઇટોને નોટિસ મોકલી સાત દિવસની અંદર સુધારો કરવા માટેનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, નોટિસ મળ્યાના સાત દિવસ પછી પણ સુધારો નહીં કરવામાં આવે તો કડડ કાર્યવાહી કરી બાંધકામ બંધ કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી છે.

બગડતી હવાની ગુણવત્તાને કારણે બાંધકામ સ્થળો પર પ્રદૂષણ-નિયંત્રણનાં પગલાં અમલમાં મૂકવા માટે ઑક્ટોબર ૨૦૨૩માં એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. એ સમયે વિકાસ કામો અથવા બાંધકામ સાઈટો પર માર્ગદર્શિકાનો અમલ ન કરવાના કેસમાં કામ બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી અને મુલુંડમાં ત્રણ ડેવલપરોને નોટિસ મોકલીને તાત્કાલિક કામ બંધ કરાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી પછી થોડા સમય માટે તમામ ડેવલપરો દ્વારા નિયમોનું પાલન સચોટ રીતે કરવામાં આવ્યું હતું. જોકે હાલમાં માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું ધ્યાનમાં આવતાં BMCના ૨૪ વૉર્ડમાં ટીમો તહેનાત કરવામાં આવી છે.
મુલુંડમાં ૯૫ બાંધકામો અને વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું એમ જણાવતાં મુલુંડ ટી વોર્ડના બાંધકામ વિભાગના સત્યમ લાંડગેએ કહ્યું હતું કે ‘ધૂળના પ્રદૂષણને રોકવા માટે ચાદર અથવા કપડાથી બાંધકામને કવર કરવામાં આવ્યું છે કે નહીં, દરેક બાંધકામ સાઇટ પર પાણીનો છંટકાવ થયો છે કે નહીં, બાંધકામ સામગ્રી વહન કરતાં વાહનો અને એનાં પૈડાં ધોવાયાં છે કે નહીં, કાટમાળ લઈ જતી વખતે સામગ્રીવહન કરતાં વાહનને ઢાંકવામાં આવ્યું છે કે નહીં આ તમામ ચીજોની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી અને નિયમોનું પાલન ન કરતી ૧૨ બાંધકામ સાઇટોને નોટિસ આપવામાં આવી છે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
