
શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઉદય સામંતે બુધવારે દાવો કર્યો હતો કે, શિવસેના (યુબીટી)ના ઘણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના સંપર્કમાં છે, અને ટૂંક સમયમાં તેમની પાર્ટીમાં જોડાશે. અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીના સાંસદોને શિકાર બનાવવાના કથિત પ્રયાસના પ્રશ્નના જવાબમાં સામંતે કહ્યું, “મને રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એસપી)ના સાંસદો અજિત પવારના પક્ષમાં જોડાવાની ખબર નથી, પરંતુ મેં આ અગાઉ પણ કહ્યું હતું કે, મતદાનનાં પરિણામો જાહેર થયા પછી જ શિવસેના (યુબીટી) ના ઘણા જનપ્રતિનિધિઓ એકનાથ શિંદેના સંપર્કમાં હતા. ટૂંક સમયમાં, તમે જોશો કે સેના યુબીટીના તે જનપ્રતિનિધિઓ શિવસેનામાં હશે.

સામંતે કહ્યું કે, જો કોઈ મહા વિકાસ આઘાડી નેતા અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં જોડાવા માંગે છે તો શિવસેના તેનું સ્વાગત કરશે. શિંદેની આગેવાની હેઠળની પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો ત્યારથી, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીના ઘણા ,વિધાનસભ્યો અને સાંસદો નાખુશ છે અને તેમણે સેનામાં જોડાવાની સંભાવના વિશે સેના નેતૃત્વનો સંપર્ક કર્યો છે.
શિવસેના UBT પાસે 10 સાંસદનું સંખ્યાબળ
એકનાથ શિંદેની આગેવાની હેઠળની સેનાએ 7 લોકસભા બેઠકો જીતીને એનડીએમાં ત્રીજો સૌથી મોટો સહયોગી બની ગયો. જો તે સેના (યુબીટી) ના વધુ સાંસદોને સાથે લાવવામાં સફળ થાય છે, તો પક્ષ રાષ્ટ્રીય સ્તરે એનડીએમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવશે અને વિપક્ષ ઈન્ડિયા બ્લોકમાં સેના યુબીટીની સ્થિતિ નબળી પાડશે. હાલમાં, સેના (યુબીટી) પાસે 10 લોકસભા સાંસદો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
