
સરકારની શનિવારે ખાતાં ફાળવણી થઈ જેની પર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાનો પટોલેએ ટીકા કરી છે. મહાયુતિની પરિસ્થિતિ કૌરવો જેવી છે. મલાઈદાર ખાતાંઓ માટે આપસમાં લડીને આ કાર્યક્રમ ખતમ થશે. હવે પાલકમંત્રીઓ માટે કયા જિલ્લા લેવાના તે માટે ઝઘડા થશે, એવો દાવો તેમણે કર્યો હતો.
ખાતાં ફાળવણીમાં અનેક મંત્રીઓ પાસેથી જૂનાં ખાતાં કાઢી લઈ તેમને નવાં ખાતાંની જવાબદારી સોંપવામાં આવી છે. આથી મંત્રીઓમાં નારાજી છે. ખાતાં ફાળવણીમાં આ જ નારાજી પરથી પટોલેએ નિશાન સાધ્યું છે.સરકારને જનતાના પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી. અજિતદાદા પોતે કહી રહ્યા છે કે લોકો નારાજ છે તો તેનાથી વધુ શું પુરાવો જોઈએ. હવે પાલકમંત્રી પદ માટે તેમની અંદર ઝઘડા થશે, એમ તેમણે જણાવ્યું હતું. મરકડવાડીની જનતાની માગણી અનુસાર બેલટપેપર પર મતદાન થવું જોઈએ. આ સરકાર જનતાને કારણે નથી, પરંતુ ચૂંટણી પંચ અને કેન્દ્રના તેમના આકાઓને કારણે છે. તેમણે જનતાના મત ચોર્યા છે.

ચૂંટણી પંચે નોટિફિકેશન જારી કર્યું છે, જેમાં હવે કોઈ માહિતી જાહેર કરાશે નહીં એમ કહ્યું છે, જેનો અર્થ દાલ મેં કુછ કાલા હૈ.ભાજપના મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ રાહુલ ગાંધી સોમવારે પરભણીમાં આવી રહ્યા છે તેની ટીકા કરી હતી. આ વિશે પટોલેએ જણાવ્યું કે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર થકી હુકમશાહી લોકશાહીમાં ચલાવવામાં આવી રહી છે. જનતા પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે આવે છે ત્યારે તેમને કોંબિંગ ઓપરેશન થકી જાનથી ખતમ કરાય છે. ગુનો દાખલ કરાય છે. આ હુકમશાહી અને હિટલરશાહીમાં કોઈ આવતું હોય, દેશનો વિરોધી પક્ષ નેતા આવતો હોય અને તેને ભાજપના પ્રદેશાધ્યક્ષ નૌટંકી તરીકે કહેતા હોય તો ભાજપ લોકશાહી પર વિશ્વાસ નહીં રાખનારી પાર્ટી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગયા વખતે અજિત પવારે 20 હજાર કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આગામી બજેટમાં વધુ કેટલી ખાધ હશે અને તેનો બોજ મહારાષ્ટ્રની જનતા પર પડીને મોંઘવારી વધશે. આ લોકો ચૂંટણી પંચની કૃપાથી બહુમતીમાં આવ્યા છે. જનતાની કૃપાથી આવ્યા નથી. મોંઘવારી, ખેડૂત માટે તેઓ શું કરશે? સરકાર સંવેદનહીન છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
