
હેલ્ધી અને ફીટ રહેવું હોય તો પીપળાના પાનનો કાઢો પીવો લાભકારી સાબિત થઈ શકે છે. આ કાઢો પીવાથી 4 બીમારીઓમાં ફાયદો થઈ શકે છે. આજે તમને જણાવીએ આ કાઢો કેવી રીતે બનાવવો અને તેનાથી થતા લાભ વિશે.
પીપળાના પાનનો ઉકાળો આયુર્વેદનો એક પ્રાચીન અને પ્રભાવી ઉપચાર છે. તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. પીપળાના પાન એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ વાયરલ અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણ ધરાવે છે. જે શરીરની રોગપ્રતકારક ક્ષમતાને મજબૂત કરે છે. ત્વચા સંબંધિત સમસ્યાથી લઈને શરીરની સમસ્યાઓમાં પણ આ ઉકાળો ફાયદો કરે છે.
પીપળાના પાનનો ઉકાળો પાચનતંત્રને સુધારે છે અને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. આ ઉકાળો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પીપળાના પાનમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતાને પણ વધારે છે. તેનાથી શરીરની બીમારીઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ પીપળાના પાનનો ઉકાળો કેવી રીતે બનાવવો અને તેનાથી કયા ફાયદા થાય છે.
પીપળાના પાનનો ઉકાળો બનાવવાની રીત

સૌથી પહેલા ત્રણથી ચાર પીપળાના તાજા પાનને લઇ ધોઈ લેવા. હવે એક વાસણમાં એક ગ્લાસ પાણી લેવું. તેમાં આ પાન ઉમેરી પાણીને ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય પછી તેને ગાળી લો. હવે આ પાણીમાં જરૂર જણાય તો મધ ઉમેરી સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આ ઉકાળો પીવાથી નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થશે.
પીપળાના પાનનો ઉકાળો પીવાથી થતા ફાયદા
1. પીપળાના પાનમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. તેનાથી શરદી, ઉધરસ અને બ્રોંકાયટીસ જેવી સમસ્યાઓ ઓછી કરવામાં મદદ મળે છે. પીપળાના પાન ગળાનો સોજો ઉતારે છે અને શ્વાસ પ્રણાલીને મજબૂત બનાવવાનું કામ કરે છે.
2. જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ હોય જેમ કે ગેસ, એસિડિટી, કબજિયાત તેમણે પીપળાના પાનનો ઉકાળો પીવો જોઈએ તેમને ફાયદો થાય છે. આ ઉકાળો પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

3. પીપળાના પાનમાં ડાયાબિટીસને કંટ્રોલ કરવાના ગુણ હોય છે. પીપળાના પાનનો ઉકાળો પીવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે તેનાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. પીપળાના પાનનો ઉકાળો રોજ પીવાથી શરીરમાં ઇન્સ્યુલિનની ગતિવિધિ વધે છે.
4. પીપળાના પાનમાં એન્ટી ઓક્સીડન્ટ તત્વ હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરી શકે છે. તેનાથી ખીલ અને સ્કીન ઇન્ફેક્શન ઘટાડવામાં મદદ મળે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
