
2022માં બોગસ દસ્તાવેજોને આધારે પ્રદીપ રવીંદ્ર શર્મા નામના ઠગે મહિંદ્રા એન્ડ મહિંદ્રા ફાઈનાન્શિયલની ઘાટકોપર શાખામાંથી રૂ. 16 લાખની કાર લોન મંજૂર કરાવી થાર વાહનની ખરીદી કરી હતી. આ કેસની તપાસ તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચે હાથમાં લેતાં આ મહાકૌભાંડ અનેક શહેર- રાજ્યમાં ફેલાયેલું હોવાનું બહાર આવ્યું છે.
આ કેસની ગંભીરતા જોતાં દસ ટીમો બનાવવામાં આવી હતી, જેમણે મુંબઈ, થાણે, મધ્ય પ્રદેશના ઈન્દોર અને ગુજરાતના અમદાવાદમાં દરોડા પાડીને સાત ઠગની ધરપકડ કરી છે. આ સાતેયની પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડિયન બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા, બીએમડબ્લ્યુ ફાઈનાન્સ, ટોયોટા ફાઈનાન્સ, હિંદુજા ફાઈનાન્સ વગેરે પાસેથી બોગસ દસ્તાવેજોને આધારે કાર લોન લીધી હતી. આ કાર પછી અલગ અલગ રાજ્યમાં વેચી મારી હતી.

આટલું ઓછું હોય તેમ આ ટોળકીના અન્યો દ્વારા અન્ય રાજ્યમાંથી વાહનો ચોરી કરાતાં હતાં, જેને ઠગાઈથી લીધેલી લોનના એન્જિન અને ચેસિસ નંબર ચઢાવીને વેચી મારતા હતા એવું બહાર આવ્યું છે. આરોપીઓ પાસેથી બીએમડબ્લ્યુ ઝેડ 4, કિયા ઈવી, હુંડાઈ અલ્કાઝાર, અશોક લેલેન્ડ હાયવા ડમ્પર, મહિંદ્રા થાર, મહિંદ્રા સ્કોર્પિયો એન, ટોયોટા ફોર્ચ્યુનર, ટોયોટા લીજેન્ડર જેવી કંપનીઓની 16 કાર જપ્ત કરવામાં આવી છે, જેનું મૂલ્ય આશરે રૂ. 7.30 કરોડ થવા જાય છે. હજુ પણ વધુ કારની જપ્તિની કાર્યવાહી ચાલી રહી છે. હજુ વધુ આરોપીઓની શોધ પણ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
