
મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફેસબુક એકાઉન્ટ હેક કરી ગઠિયા દ્વારા રુપિયા પડાવવાની ફરિયાદ નોંધાઈ છે. મુલુન્ડ કોલોનીમાં રહેતા મનવિંદરસિંગ સપ્રાએ તેમના પિતરાઈ ભાઈનું ફેસબુક અકાઉન્ટ હૅક કરીને સાયબર ગઠિયાએ તેમની પાસેથી રૂા.૧.૭૦ લાખ પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે.
ફરિયાદ મુજબ સપ્રાનો કઝીન વિદેશમાં રહે છે અને બંનેની અવારનવાર વોટ્સએપ તેમજ ફેસબુક પર વાતચીત થતી હતી. દરમ્યાન ૧૦ ફેબ્રુઆરીના સપ્રાના મોબાઈલમાં વોટ્સએપ પર તેમના કઝિનના નામે ફોન આવ્યો અને તેમને તેમની પત્ની બીમાર હોવાથી પૈસાની તાતી જરૂર હોવાનું જણાવીને રૂા. ૧.૭૦ લાખની માંગણી કરી. સપ્રાએ પ્રથમ ગુગલ પે દ્વારા રકમ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો જે નિષ્ફળ ગયો. ત્યારબાદ સપ્રાના બનાવટી કઝિને તેનો મિત્ર સંજય પૈસા માટે ફોલોઅપ કરશે એવું જણાવ્યું હતું.

ત્યારબાદ સપ્રાએ બેંક થકી પેમેન્ટ કર્યું પરંતુ તે પેમેન્ટ પણ નિષ્ફળ ગયું, જેને પગલે કઝિને રકમની તાતી જરૂર હોવાથી સપ્રાએ ગઠિયાએ આપેલા બેંક ખાતામાં એટીએમ દ્વારા રૂા.૧,૭૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા પરંતુ ઘરે આવ્યા બાદ દાળમાં કાંઈક કાળું હોવાનું જણાતા તેમણે તેમના કઝિનને વોટ્સએપ પર કોલ કરતાં તેમના કઝિને તેમનું ફેસબુક અકાઉન્ટ હૅક થયું હોવાનું તેમજ તેના થકી પૈસાની માંગણી થતી હોવાનું જણાવતાં સપ્રાને આઘાત લાગ્યો હતો અને તેમણે પ્રથમ સાયબર હેલ્પલાઈન 1930 પર અને ત્યારબાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
