
પર્યાવરણીય મંજૂરી ન મેળવવા બદલ એક કાંદિવલીમાંના મોલ સામે બંધ કરવાના નિર્દેશોને માન્ય રાખી બોમ્બે હાઈકોર્ટે નોંધ્યું છે કે આ પ્રકારે મોલ ચલાવવો પર્યાવરણની દૃષ્ટિએ અત્યંત જોખમી છે. ન્યાયમૂર્તિ એમ.એસ. સોનક અને ન્યાયમૂર્તિ જિતેન્દ્ર જૈનની ખંડપીઠે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે અરજદાર કંપની ગ્રૌર અને વેઇલ (ઇન્ડિયા) લિમિટેડ, પોતાને કાયદાથી ઉપર માની પર્યાવરણ પ્રત્યે દરકાર નથી રાખવામાં આવી.

તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અરજદાર કંપનીએ કાયદો પોતાના હાથમાં લીધો છે અને કોઈ પર્યાવરણીય મંજૂરી મેળવ્યા વિના મોલના નિર્માણની કાર્યવાહી આગળ ચલાવી હોવાથી બંધના નિર્દેશોનો તાત્કાલિક અમલ કરવામાં આવે એ જરૂરી છે. મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી)ને બંધ કરવાના નિર્દેશોનો તાત્કાલિક અમલ કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈ કોર્ટે મુંબઈ પશ્ચિમ ઉપનગરના કાંદિવલી વિસ્તારમાં મોલનું સંચાલન કરતી ગ્રૌર અને વેઇલ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં મહારાષ્ટ્ર એમપીસીબી દ્વારા પાંચમી માર્ચે તેની સામે જારી કરવામાં આવેલા ક્લોઝર નિર્દેશોને પડકારવામાં આવ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
