
જુહુ ચોપાટી પર પોતાના તરફ દોડી આવતા કૂતરાને હટાવવાના કારણે રોષે ભરાઈને 26 વર્ષના યુવકનો અંગુઠો કાપી નાખવાની ઘટના બની હતી. આરોપીએ ફરિયાદી પર ચાકુથી વાર કર્યા હતા. જુહુ પોલીસે હત્યાના પ્રયત્નનો ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી એવી માહિતી પોલીસે આપી હતી.
ફરિયાદ અર્જુન કૈલાસ ગિરી (26) તેના મિત્ર રામસિંહ રાજપુત સાથે રવિવારે જુહુ ચોપાટી ગયો હતો. ચોપાટી ફર્યા પછી ઘરે પાછા ફરતા સમયે બિર્લા લેન ખાતે ખાદ્યપદાર્થો વેચતા સ્ટોલ પર એક કૂતરો ભસતા ભસતા અર્જુન તરફ દોડી આવ્યો.

એનાથી ગભરાઈને એણે પાસેની ખુરસી ઉંચકી અને કૂતરાને હટાવવાનો પ્રયત્ન કર્યો. એનો ગુસ્સો ત્યાં ઊભેલી એક અજાણી વ્યક્તિને આવ્યો અને એણે અર્જુનને ગાળો ભાંડીને ધક્કો આપવાની શરૂઆત કરી. એ પછી આરોપી ખાદ્યપદાર્થોના એ સ્ટોલ પર ગયો અને ત્યાંથી ચાકુ ઉંચકીને અર્જુન પર વાર કરવાની શરૂઆત કરી. એમાં અર્જુનના ડાબા હાથનો અંગુઠો અડધો કપાઈ ગયો. અર્જુનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને જુહુ પોલીસને ઘટનાની માહિતી આપી. પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા કલમ 109, 352 શસ્ત્ર અધિનિયમ 4 અને 25 અંતર્ગત ગુનો દાખલ કરીને આરોપી યુવકની ધરપકડ કરી હતી. 25 વર્ષીય આરોપી ઓમકાર મનોહર મુખિયા ઉર્ફે ઓમકાર શર્મા કેટરિંગ સંબંધિત નાનામોટા કામ કરે છે.
હુમલામાં અર્જુન ગંભીર જખમી થયો છે. પેટમાં ડાબી બાજુએ, માથા પાછળ, પીઠ અને બંને હાથ પર ચાકુના જખમ થયા છે. અત્યારે એની સ્થિતિ સ્થિર હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીએ હુમલામાં વાપરેલું ચાકુ મળ્યું નથી અને એની શોધ ચાલુ છે. આરોપી ઓમકાર પર આ પહેલાં કોઈ ગુનો નોંધાયેલો નથી. કૂતરાને હટાવ્યાના કારણે પોતે ગુસ્સામાં આ કૃત્યુ કર્યું એમ એણે પોલીસને જણાવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
