
મુલુંડમાં ઘરેણાની દુકાનમાંથી બંટી-બબલીએ કરી લાખોની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુલુંડ (વે)માં એમ.જી. રોડ સ્થિત એક જવેલરીના શોરૂમમાં ખરીદી કરવાના બહાને આવેલા એક દંપતીએ રૂા.૩,૩૧,૬૦૦ની કિંમતની સોનાની બે વીંટીઓ ચોરી કરીને તેના સ્થાને નકલી વીંટીઓ ગોઠવી દીધી હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ફરિયાદ મુજબ તાજેતરમાં એક અજાણ્યું દંપતી ગ્રાહક બનીને જવેલરી શોપમાં આવ્યું હતું અને સોનાની વીંટી ખરીદવી હોવાનું જણાવતાં દુકાનના કર્મચારીએ વિવિધ ટ્રેમાં વીંટીઓ બતાવતા કપલમાંથી મહિલાએ ૨૧ ગ્રામ અને ૧૯ ગ્રામની બે વીંટીઓ સેરવી લઈને તેની જગ્યાએ ખોટી વીંટીઓ મૂકી દીધી હતી. બીજા દીવસે દુકાનના અન્ય કર્મચારીએ તમામ વીંટીઓ પર વજનના ટૅગનું લેબલ ચેક કરતાં બે વીંટીઓ પર લેબલ હતા નહીં અને વીંટીઓ નકલી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ શોરૂમના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા સમગ્ર ઘટના બહાર આવી હતી, જેને પગલે શોરૂમના ઓનરે અજાણ્યા કપલ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
