
વિદ્યાવિહારમાં આવેલી સોમૈયા કૉલેજમાં ભગવાન મહાવીરના ૭૯મા વારસદાર જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ (પંડિત મહારાજ) આજે સવારે ૯થી ૧૧ વાગ્યા દરમ્યાન મૉડર્ન અને પ્રાચીન સંદર્ભમાં વાણી સ્વાતંત્ર્ય વિષય પર સંબોધન કરશે જેમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આજે અને કાલે બે દિવસ એક વિશિષ્ટ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે જેમાં વર્તમાન વર્લ્ડ ઓર્ડરને ન્યાયી અને યોગ્ય બનાવવા માટેના સચોટ ઉપાયોને આકર્ષક રીતે પ્રસ્તુત કરવામાં આવશે. જૈનાચાર્યના વિઝન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રદર્શનને અનેક સ્થળેથી ખૂબ જ આવકાર મળ્યો છે તેમ જ અનેક કાનૂની નિષ્ણાતો અને મહાનુભાવોએ દિલોજાનથી એની પ્રશંસા કરી છે.

ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૬માં વસુધૈવ કુટુંબકમ્ કી ઓર ૪.૦ કૉન્ફ્લેવનું વિશાળ આયોજન મુંબઈમાં કરવાનું આયોજન થઈ રહ્યું છે જેમાં દેશ-વિદેશના કાનૂની અને પોલિટિક્સ ક્ષેત્રના મહાનુભાવો ભાગ લેવા પધારશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
