July 27, 2024
11 11 11 AM
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
Breaking News
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર

IPL 2024:હૈદરાબાદમાં ઐતિહાસિક મેચ, બની ગયો રનનો રેકોર્ડ, મુંબઈની સતત બીજી હાર

આઈપીએલમાં આજે ઐતિહાસિક મેચ જોવા મળી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળી હતી. હાઈ સ્કોરિંગ મેચમાં અંતે હૈદરાબાદનો વિજય થયો હતો. 

આઈપીએલમાં આજે રનનો વરસાદ જોવા મળ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં 500થી વધુ રન જોવા મળ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ બેટરોની વિસ્ફોટક ઈનિંગની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 277 રન ફટકારી દીધા હતા. 
જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 246 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદે 31 રનથી જીત મેળવી હતી. આઈપીએલ-2024માં હોમ ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે અને સતત આઠમી મેચમાં હોમ ટીમનો વિજય થયો છે. 

મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ
મુંબઈએ પણ આક્રમક શરૂઆત કરી હતી. ઈશાન કિશન 13 બોલમાં બે ચોગ્ગા અને 4 સિક્સ સાથે 34 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્મા 12 બોલમાં 26 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. નમન ધિરે 14 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સ સાથે 30 રન બનાવ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્માએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તિલક વર્મા 34 બોલમાં 6 સિક્સ અને બે ચોગ્ગા સાથે 64 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 20 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 24 રન બનાવી આઉટ થયો હતો. ટિમ ડેવિડ 22 બોલમાં 42 અને શેફર્ડ 6 બોલમાં 15 રન બનાવી અણનમ રહ્યાં હતા. 

હૈદરાબાદે બનાવ્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર
સનરાઇઝર્સ હૈદરાબાદે આજે મુંબઈ સામે આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 277 રન ફટકાર્યા હતા. આ સાથે હૈદરાબાદે 11 વર્ષ જૂનો આરસીબીનો રેકોર્ડ તોડ્યો હતો. આઈપીએલમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના નામે હતો. તેણે 2013માં પુણે વોરિયર્સ સામે 20 ઓવરમાં 263 રન ફટકાર્યા હતા. 

આઈપીએલ ઈતિહાસના સર્વોચ્ચ સ્કોર
SRH  277/3 vs MI in 2024
RCB 263/5 vs PWI in 2013
LSG 256/5 vs PBKS in 2023
RCB 248/3 vs GL in 2016
CSK 246/5 vs RR in 2010
KKR 245/6 vs KXIP in 2018
CSK 240/5 vs KXIP in 2008
CSK 235/4 vs KKR in 2023

હૈદરાબાદની નવી ઓપનિંગ જોડી
સનરાઇઝર્સે આજે નવી ઓપનિંગ જોડી સાથે શરૂઆત કરી હતી. મયંક અગ્રવાલ અને ટ્રેવિસ હેડ ઈનિંગની શરૂઆત કરવા આવ્યા હતા. ટ્રેવિસ હેડે પ્રથમ બોલથી આક્રમક બેટિંગ કરી હતી. મયંક અગ્રવાલ અને હેડે 4 ઓવરમાં ટીમનો સ્કોર 45 રન પહોંચાડી દીધો હતો. મયંક અગ્રવાલ 11 રન બનાવી આઉટ થયો હતો. હૈદરાબાદે પાવરપ્લેમાં 81 રન ફટકાર્યા હતા.

ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ બોલરોની ધોલાઈ કરી
આઈપીએલમાં પ્રથમવાર સનરાઇઝર્સ માટે રમવા ઉતરેલા ટ્રેવિસ હેડે 24 બોલમાં 9 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 62 રન ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડ આઉટ થયા બાદ અભિષેક શર્માએ ઈનિંગ સંભાળી હતી. અભિષેક શર્માએ માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્મા 23 બોલમાં 7 સિક્સ અને 3 ચોગ્ગા સાથે 63 રન બનાવી આઉટ થયો હતો. 

માર્કરમ અને ક્લાસિનનું શાનદાર ફિનિશ
અભિષેક શર્મા આઉટ થયા બાદ હેનરિક ક્લાસેન અને એડન માર્કરમે ઈનિંગ સંભાળી હતી. હેનરિક ક્લાસેને માત્ર 23 બોલમાં 1 ફોર અને 5 સિક્સ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. હેનરિક ક્લાસેન 34 બોલમાં 7 સિક્સ અને 4 ચોગ્ગા સાથે 80 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે માર્કરમ 28 બોલમાં 42 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.

મુંબઈના બોલરોનું પ્રદર્શન
મુંબઈ તરફથી ક્વેના મફાકાએ 4 ઓવરમાં 66 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 46 રન આપી 1 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. જેરાલ્ડ કોએત્ઝીએ 4 ઓવરમાં 57 રન આપી એક સફળતા મેળવી હતી. પીયુષ ચાવલાએ 2 ઓવરમાં 33 રન આપી એક વિકેટ લીધી હતી. શમ્સ મુલાનીએ 2 ઓવરમાં 33 રન આપ્યા હતા. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us