
સલાડ દરેક ઘરમાં ખવાતું હોય છે. સલાડની બધી વસ્તુઓમાં બીટને સૌથી વધુ લાભકારી ગણવામાં આવે છે. પરંતુ આ બીટ કેટલાક લોકોને નુકસાન પણ કરે છે.
બીટ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે તેમાં ફાઇબર, કેલ્શિયમ, વિટામીન બી, આયરન, ફોલિક એસિડ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. બીટ આપણા શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને સ્વાસ્થ્ય પણ સુધારે છે. નિયમિત રીતે બીટ ખાવાથી શરીરમાં રક્ત બને છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર પણ વધે છે. અનેક ગુણોથી ભરપૂર બીટ પાંચ લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ પાંચ સમસ્યા હોય અને બીટ ખાવામાં આવે તો તબિયત વધારે બગડી જાય છે.
આ 5 સમસ્યામાં બીટ ન ખાવું

એલર્જી
હેલ્થ એક્સપર્ટ અનુસાર જે વ્યક્તિને કોઈપણ પ્રકારની એલર્જી હોય તેણે બીટ ખાવાનું પણ ટાળવું જોઈએ. બીટ નુકસાન કરી શકે છે તેને ખાવાથી શ્વાસ લેવામાં તકલીફ, સ્કીન પર લાલ ચકામા, ખંજવાળ જેવી તકલીફ થઈ શકે છે.
લો બીપી
જે લોકોને બ્લડપ્રેશર લો થઈ જવાની સમસ્યા હોય તેમણે પણ બીટ ખાવાનું ટાળવું. બીટ ખાવાથી બ્લડ પ્રેશર ઘટી જાય છે જો પહેલાથી જ બીપી લો રહેતું હોય તો તકલીફ વધી શકે છે.
નબળું પાચન
જે લોકોની પાચનશક્તિ નબળી હોય અને વારંવાર પેટની તકલીફો રહેતી હોય તેમણે પણ બીટ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. બીટ ખાવાથી પેટમાં દુખાવો એસિડિટી અને બ્લોટીંગ જેવી તકલીફો થઈ શકે છે.

કિડનીમાં પથરી
પથરીની સમસ્યામાં પણ બીટ ખાવું નહીં. બીટમાં ઓક્સાલાઈટ નામનું તત્વ હોય છે જે પથરી બનવાનું કારણ બની શકે છે. બીટ ખાવાથી પથરીનો દુખાવો વધી પણ શકે છે. તેથી પથરી હોય તેમણે બીટ ખાવાનું ટાળવું.
હાઈ બ્લડ શુગર
જે લોકોનું બ્લડ શુગર હાય રહેતું હોય તેમને પણ બીટ નુકસાન કરે છે. બીટમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે એટલે કે તેમાં નેચરલ શુગર ભરપૂર માત્રામાં હોય છે. ડાયાબિટીસમાં બીટ ખાવાથી બ્લડ સુગર અચાનક વધી જાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
