
થાણે-બોરીવલી વચ્ચેનું અંતર ફક્ત 12 મિનિટમાં પાર કરી શકાય એ માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રકલ્પનું કામ હાથમાં લીધું છે. અત્યારે થાણેની દિશામાં અંડરગ્રાઉન્ડ માટે લોન્ચિંગ શોફ્ટનું કામ ચાલુ છે ત્યારે આ પ્રકલ્પને ઝડપથી પાટે ચઢાવવાની દષ્ટિએ એમએમઆરડીએએ મહત્વનો તબક્કો પાર કર્યો છે. બોગદાના અંડરગ્રાઉન્ડ કામ માટેના ચાર ટનલ બોરીંગ મશીનમાંથી પહેલું ટીબીએમ તૈયાર થયું છે. એની પરીક્ષણ પણ સફળ થયું છે. આ પ્રથમ સ્વદેશી ટીબીએમ એપ્રિલમાં ચેન્નઈની હેરેનકનેટ કંપનીમાંથી થાણેના લોન્ચિંગ શોફ્ટના ઠેકાણે લાવવામાં આવશે. સપ્ટેમ્બરમાં એને ભુગર્ભમાં છોડવામાં આવશે અને ઓક્ટોબરનીમાં અંડરગ્રાઉન્ડ કામની શરૂઆત કરવામાં આવશે. એપ્રિલમાં થાણે પહોંચનારા આ ટીબીએમને નાયક નામ આપવામાં આવ્યું છે. દરમિયાન અંડરગ્રાઉન્ડ કામ માટે ચાર ટીબીએમ જરૂર છે. બાકીના ત્રણ ટીબીએમ ટૂંક સમયમાં થાણે અને બોરીવલી પહોંચશે.

આ મહત્વકાંક્ષી પ્રકલ્પનું ભૂમિપૂજન 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. એ પછી પ્રકલ્પના કામના શરૂઆત કરવામાં આવી. આ પ્રકલ્પનું કામ હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનિયરીંગને આપવામાં આવ્યું છે. પહેલા ટીબીએમનું પરીક્ષણ સફળ થવાથી હવે તે ચેન્નઈથી થાણે લાવવાની શરૂઆત થોડા દિવસમાં થશે. 110 ભાગમાં આ ટીબીએમ તબક્કાવાર લાવવામાં આવશે. થાણે પહોંચ્યા પછી એને જોડવામાં આવશે. એ પછી ટીબીએમ ભુગર્ભમાં અર્થાત લોન્ચિંગ શોફ્ટમાં છોડવા સપ્ટેમ્બર મહિનો થઈ જશે. નાયક દ્વારા અંડરગ્રાઉન્ડ કામની શરૂઆત ઓક્ટોબરમાં કરવામાં આવશે. એ પછી એક એક કરીને બાકીના ત્રણ ટીબીએમ લાવીને ભુગર્ભમાં છોડવામાં આવશે. બે ટીબીએમ થાણેની દિશામાં અને બે ટીબીએમ બોરીવલીની દિશામાં અંડરગ્રાઉન્ડ કામ કરશે. આ પ્રકલ્પ પૂરો થતના ટ્વિન ટનલ વાહનવ્યવહાર માટે 2029-30 સુધી શરૂ કરવામાં આવશે.
થાણે-બોરીવલી ટ્વિન ટનલ માટે ચાર ટીબીએમનો ઉપયોગ કરવામાં આવશે. આ ટીબીએમ પર્યાવરણની દષ્ટિએ અત્યંત સંવેદનશીલ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક નીચેથી જશે. અહીંના પર્યાવરણ અને વન્યજીવો, પ્રાણીઓને કોઈ આંચકા ન લાગે એ દષ્ટિએ અત્યાધુનિક ટીબીએમ તૈયાર કરવામાં આવ્યાનો દાવો એમએમઆરડીએએ કર્યો છે.નેશનલ પાર્કના પક્ષીઓ, પ્રાણીઓને કોઈ તકલીફ ન થાય એ રીતે સંપૂર્ણ પ્રકલ્પનું કામ પૂરું કરવામાં આવશે.

ટીબીએનું નામકરણ નાયક : નેશનલ પાર્કમાં અનેક પ્રકારના વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુ, પક્ષીઓ, પ્રાણીઓ રહે છે. એમાં નાયક નામનું એક પતંગિયુ પણ જોવા મળે છે. આ પતંગિયાના પરથી જ પહેલા ટીબીએમનું નામ નાયક રાખવામાં આવ્યું છે. બીજા ટીબીએમનું નામ પણ નક્કી કરવામાં આવ્યું છે જે થોડા સમય પછી જાહેર કરવામાં આવશે.
13 મીટર વ્યાસ, 200 ટન વજન : ટનલ બોરીંગ મશીન નાયક સહિત બીજા ત્રણેય ટીબીએમ અત્યાર સુધીના અન્ય ટીબીએમની સરખામણીએ વધુ અત્યાધુનિક છે. થાણે-બોરીવલી ટ્વિન ટનલના ચાર ટીબીએમ 13 મીટર વ્યાસ ધરાવતા, 150 મીટર લાંબા અને 60 મીટર પહોળા છે. એક ટીબીએમનું વજન અંદાજે 200 ટન છે. આ ટીબીએમના માધ્યમથી દિવસે 15 મીટર જેટલું અંડરગ્રાઉન્ડ કામ કરી શકાશે.

પ્રથમ સ્વદેશ ટનલ બોરીંગ મશીન નાયક એપ્રિલમાં ચેન્નઈથી થાણે દાખલ, ચાર ટીબીએમનો ઉપયોગ કરવામાં આવશે
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
