
માથેરાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ સાથે વધતી જતી છેતરપિંડીનો અંત લાવવાની માંગણી સાથે ગઇ કાલથી માથેરાનમાં અનિશ્ચિતકાળ માટે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. માથેરાન પ્રવાસન બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવેલી આ અપીલનો માથેરાનના લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો.
માથેરાન આવતા પ્રવાસીઓને ઘોડેસવારો, કુલીઓ અને દસ્તૂરી નાકા પર ભીડમાં ઉભા રહેલા એજન્ટો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે. તેમ જ તેમને ખોટી માહિતી આપીને છેતરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું. આથી માથેરાન પ્રવાસન બચાવ સંઘર્ષ સમિતિએ પ્રવાસીઓ સામે થતી છેતરપિંડી અટકાવવા માથેરાનના વહીવટકર્તાઓને લેખિત નિવેદન સુપરત કરીને માંગ કરી હતી. જોકે, વહીવટીતંત્રે આ માગણીઓ પર ધ્યાન આપ્યું ન હતું. તેથી, માથેરાન પ્રવાસન બચાવ સંઘર્ષ સમિતિએ મંગળવારથી માથેરાનમાં અનિશ્ચિત સમય માટે બંધનું એલાન કર્યુ હતું.

માથેરાન બિઝનેસ એસોસિએશન, હોટેલ એસોસિએશન, રાજકીય પક્ષો, ઇ- રિક્ષા એસોસિએશન અને વિવિધ સામાજિક સંગઠનોએ બંધને ટેકો આપી માર્કેટ, હોટલો, હાથ રિક્ષાઓ અને ઈ-રિક્ષાઓ બંધ રાખી હતી. બંધને પગલે માથેરાનમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ મેયર અજય સાવંતે જણાવ્યું કે “માથેરાન એક વિખ્યાત પર્યટન સ્થળ બની ગયું છે. આવી છેતરપિંડીભરી પ્રથાઓને કારણે માથેરાન બદનામ થઈ રહ્યું છે. ભવિષ્યમાં માથેરાનને આના દૂરગામી પરિણામો ભોગવવા પડી શકે છે. તેથી, આ પ્રકારની વસ્તુ બંધ કરવી જરૂરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
