
આ વર્ષે 52મા ‘એન વોર્ડ વિજ્ઞાન પ્રદર્શન’નું આયોજન ઘાટકોપરની કે.વી.કે. શાળામાં તાજેતરમાં આયોજન કરાયું હતું. આ પ્રદર્શન ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું, જેમાં ‘એન વોર્ડ’ની કુલ 87 શાળાઓએ ભાગ લીધો હતો. આ હરીફાઈમાં વિજ્ઞાન વિષયક વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ હરીફાઈમાં શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની વિદ્યાર્થિનીઓ ઝળહળતી સફળતા મેળવે છે અને ઘણાં ઈનામો પ્રાપ્ત કરે છે. આ વર્ષે પણ તેમણે પોતાનું સ્થાન અકબંધ જાળવી રાખ્યું છે.
આ બધાં જ પારિતોષિક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિનીઓને શાળાનાં આચાર્યા નંદાબહેન ઠક્કર, સિનિયર શિક્ષિકા નીપાબહેન દોશી, વંદનાબહેન પંચાલ, તન્વીબહેન પટેલ, પ્રમોદિનીબહેન પટેલ, દક્ષાબહેન રોકડે, રીનાબહેન નાકર વગેરે શિક્ષિકાઓએ ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કુલ મેળવેલાં દસ ઈનામોમાંથી આઠ ઈનામો પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ મેળવ્યાં હતાં અને ઘાટકોપરમાં અવ્વલ સ્થાન જાળવી રાખી, ડંકો વગાડ્યો હતો.

વિદ્યાર્થિનીઓએ પ્રાપ્ત કરેલી આ ઝળહળથી સફળતા બદલ ટ્રસ્ટી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી મીનાબહેન ખેતાણીએ અને ટ્રસ્ટી મંડળના દરેક ટ્રસ્ટી બંધુઓએ વિદ્યાર્થિનીઓ અને શિક્ષિકા બહેનોના કાર્યને બિરદાવી સફળતા પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
