
મુલુન્ડ (વે)માં એન.એસ. રોડ પરના દિક્ષા બાર એન્ડ રેસ્ટોરન્ટવાળા ચોકમાં સોમવારે સવારે ટ્રાફિક પોલીસ ગણેશ ઉજવડેકર (૪૫) ટ્રાફિકનું નિયમન કરી રહ્યો હતો ત્યારે ઊંધી દિશામાંથી પૂરપાટ વેગે આવેલી રિક્શાએ ગણેશને પાછળથી જોરથી અથડાતા તે જમીન પર પડી ગયો હતો અને રિક્શાવાળાએ રિક્શા ભગાવી દીધી હતી.

પોલીસને માથામાં ગંભીર ઈજા થતાં ફોર્ટીસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે તેમજ તેની સ્થિતિ નાજુક છે. દરમ્યાન મુલુન્ડ પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છે અને રિક્શાવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રિક્શાની બેફામ સ્પીડ રાહદારીઓ માટે જીંદગી અને મોતની સ્થિતિ સર્જે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
