
મુલુંડવાસી ગૃહિણીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા મુલુંડ પોલીસે કરી પતિની ધરપકડ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુલુન્ડ (વે)માં રહેતી કચ્છ કડવા પાટીદાર સમાજની ૨૮ વર્ષની પ્રાચી માવાણીએ સાસરિયાના ત્રાસને કારણે ૧૮ નવેમ્બર ૨૦૨૪ના ગળાફાંસો ખાઈને મોતને વહાલું કર્યું હોવાની ફરિયાદ પ્રાચીની બહેન ક્રિષ્ની પટેલે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પોલીસે ફરિયાદને આધારે પતિ કેવલ માવાણીની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ પ્રાચીના ૨૦ નવેમ્બર ૨૦૧૯ જ્ઞાતિના મૂળ ખીરસરા- રોહાના હાલમાં મુલુન્ડ (વે)માં બીપીએસ કમ્પાઉન્ડમાં નિષ્ઠા એપાર્ટમેન્ટમાં રહેતા. લગ્ન બાદ પ્રાચી પતિ અને સાસુ-સસરા તથા દિયર સાથે રહેતી હતી. ૧૯ નવેમ્બરના રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ પ્રાચીના સસરા વિનેશે મલાડ ઈસ્ટમાં રહેતા પ્રાચીના મમ્મી શર્મિલાબેન શાંતિભાઈ પટેલને ફોન કરીને પ્રાચી ઘણીવાર થઈ ગઈ હોવા છતાં તેના બેડરૂમનો દરવાજો ન ખોલતી હોવાનું અને ફોન પણ ન ઉપાડતી હોવાનું જણાવ્યું હતું તેથી પ્રાચીની મમ્મી, બહેન ક્રિષ્ના અને નાના ભાઈ વૈદે પ્રાચીને મોબાઈલ ફોન કર્યો પરંતુ તેણે ફોન ન ઉપાડતાં ગભરાયેલો પટેલ પરિવાર તુરંત જ મુલુન્ડમાં પ્રાચીના ઘરે આવવા નીકળ્યા હતા અને તેઓ ૧૨.૫૦ કલાકે મુલુન્ડ પહોંચી ગયા હતા પરંતુ તે પૂર્વે જ પ્રાચીના સાસરિયાઓએ બેડરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો અને પ્રાચીએ દુપટ્ટાથી લટકીને પંખા પર ગળાફાંસો ખાધો હતો જ્યારે પ્રાચી બેડ પર મૃત અવસ્થામાં પડેલી જોવા મળી હતી. થોડીવારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાચી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી.

પ્રાચીની બહેન ક્રિષ્નાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રાચીએ તેને સાસરિયા કનડગત કરતાં હોવાનું જણાવ્યું હતું જ્યારે કેવલ હંમેશા તેના ચારિત્ર્ય પર શંકા કરીને તેની સાથે સતત ઝઘડતો રહેતો હતો તેમજ તેને પિયરમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી તેમજ તેને દર મહિને તેનો પગાર ઘરમાં આપી દેવા માટે ફરજ પાડવામાં આવતી હતી, જેને પગલે પ્રાચી સતત માનસિક ત્રાસ સહન ન કરી શકતા તેણે આત્મહત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જોકે, પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ પ્રાપ્ત થઈ નથી. પોલીસે ફરિયાદ નોંધીને પ્રાચીના પતિ કેવલની ધરપકડ કરી છે અને તેના સાસુ-સસરાની પણ ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રાચીનું મૃત્યુ તેની મેરેજ એનીવર્સરીના બે દિવસ પૂર્વે જ થયું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
