
મુંબઇના પશ્ચિમી પરાં બાંદ્રામાં આવેલ પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા ૧૫૦૦ કરોડ રૃપિયાના ભંડોળનો દુરુપયોગ કરાયો હોવાનો આરોપ હાલના ટ્રસ્ટીઓએ કર્યો છે. આટલેથી ન અટકતા તેમણે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા મેલી વિદ્યા, તંત્રમંત્ર અન ેબ્લેક મેજિકના પ્રયોગો કરાયો હોવાનો આરોપ પણ મૂક્યો છે. લીલાવતી કીર્તિલાલ મણીલાલ મહેતા ટ્રસ્ટે (એલકે એમએમટી) આ સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો નોંધાવી છે.
લાંબી કાનૂની લડાઇ બાદ જ્યારે વર્તમાન ટ્રસ્ટીઓએ ટ્રસ્ટનો કબજો સંભાળ્યો ત્યારે તેમને હોસ્પિટલના નાણાકીય વ્યવહારોમાં મોટી અનિયમિતતા જણાઈ આવી હતી. ત્યારબાદ આ મામલે ફોરેન્સિક ઓડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓડિટ માટે ખાનગી ઓડિટર્સની નિમણૂંક કરવામાં આવી હતી. ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ મોટા પાયે છેતરપિંડી અને નાણાકીય ગેરરીતિઓ આચરી હતી.

આ ઓડિટમાં ૧૫૦૦ કરોડની ગેરરીતીઓની જાણ થઈ છે. મોટાભાગના આરોપી ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ એનઆરઆઈ છે અને હાલ બેલ્જિયમ તથા દુબઈમાં રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. મહેતાએ કહ્યું હતું કે ગુજરાતમાં પણ લીલાવતી હોસ્પિટલની કિંમતી ચીજોની ચોરી બાબતે કેસ ચાલે છે.
દરમિયાન એક અધિકારીએ કહ્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટના ઓર્ડર અનુસાર એફઆઈઆર નોંધાયા બાદ આ કેસની તપાસ ઈકોનોમિક ઓફેન્સ વિંગને સોંપવામાં આવી છે. ગત ડિસેમ્બર ૨૦૨૪માં ટ્રસ્ટ દ્વારા બાંદરા પોલીસને ફરિયાદ અપાઈ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
