
મુલુંડ-ગોરેગાંવ લિંક રોડ (જીએમએલઆર) પૂર્વ અને પશ્ચિમના ઉપનગરોની વચ્ચેની કનેક્ટિવિટી નોંધપાત્ર રીતે વધારીને મુંબઈના રીયલ એસ્ટેટમાં ક્રાંતિ લાવી દેશે. 12.30 કિમી લાંબો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સંજય ગાંધી નેશનલ પાર્ક (એસજીએનપી) હેઠળ 6.65 કિમી લાંબી ટનલનો સમાવેશ થાય છે, જે ગોરેગાંવ અને મુલુન્ડની વચ્ચે મુસાફરીના સમયને એક કલાકથી ઘટાડીને 25 મિનિટ કરી દેશે. બીએમસીના વર્ષ 2025-2026ના બજેટમાં ફાળવવામાં આવેલા રૂ. 1,958 કરોડના રોકાણની મદદથી આ આંતરમાળખાકીય પહેલ વર્ષ 2028 સુધીમાં પૂરી થઈ જવાની અપેક્ષા છે, જે મુંબઈના શહેરી પરિદ્રશ્ય માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
સુગી ગ્રૂપના સ્થાપક અને એમડી નિશાંત દેશમુખે જણાવ્યું હતું કે, ‘પૂર્વ અને પશ્ચિમની વચ્ચે કનેક્ટિવિટી વધવાથી મુલુન્ડ ખરીદવા માંગતા એવા લોકોને આકર્ષશે, જેઓ પશ્ચિમમાં આવેલા ઉપનગરો સુધી પરિવહનના વધુ સારા વિકલ્પો શોધી રહ્યાં છે.’

વાધવા ગ્રૂપના એમડી નવીન મખિજાએ જણાવ્યું હતું કે, ‘પૂર્વ અને પશ્ચિમના ઉપનગરોને જોડીને આ પ્રોજેક્ટ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકના દબાણને તો હળવું કરશે જ પરંતુ તેની સાથે પૂર્વના ઉપનગરોમાં રિયલ એસ્ટેટના વિકાસને પણ પ્રોત્સાહન આપશે.’
સીસીઆઈ પ્રોજેક્ટ્સના ડાયરેક્ટર રોહન ખટાઉએ જણાવ્યું હતું કે, ‘બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ અને રોજગારીના મુખ્ય કેન્દ્રોની સુલભતા વધવાથી આ વિસ્તારોમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં માંગમાં ઉછાળો જોવા મળશે, જેનાથી ખાસ કરીને મિડ-સેગમેન્ટ અને પ્રીમિયમ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ્સને લાભ થશે.’ ઓમકાર રીયલ્ટર્સ એન્ડ ડેવલપર્સના ચીફ બિઝનેસ ઑફિસર ઉમેશ જાંડિયાલે જણાવ્યું હતું કે, ‘કનેક્ટિવિટી સુધરવાથી આ સ્થળો ઘર ખરીદવા માંગતા લોકો માટે વધુ આકર્ષક બની જશે, જેના પરિણામે મિલકતોના મૂલ્ય વધશે અને નવા પ્રોજેક્ટ લૉન્ચ કરવા માંગતા ડેવલપરોનો રસ પણ વધશે.’

ટ્રાન્સકૉન ડેવલપર્સના ડાયરેક્ટર શ્રદ્ધા કેડિયા-અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘જીએમએલઆર મલાડ અને ગોરેગાંવ માટે ગેમ-ચેન્જર સાબિત થશે, જે પૂર્વના ઉપનગરોમાં કામ કરી રહેલા પ્રોફેશનલો માટે સુલભતા વધારી દેશે.’ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયા રિપોર્ટ મુજબ, જાન્યુઆરી 2025માં પશ્ચિમી ઉપનગરો અને કેન્દ્રીય ઉપનગરોએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, જે મુંબઈમાં નોંધણી પામતી મિલકતોના સંદર્ભમાં કુલ માર્કેટમાં 86%નો હિસ્સો ધરાવે છે. આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ વિકાસ આ વિસ્તારોમાં સપ્લાય અને અંતિમ-વપરાશકર્તાઓની અભિરુચિમાં વધારો થયાને સૂચવે છે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
