
2025 રોકાણકારો માટે ખુશીના સમાચાર લઈને આવી રહ્યું છે. બજારમાં ટાટા કેપિટલ, રિલાયન્સ જિયો અને ઝેપ્ટો જેવી મોટી કંપનીઓના IPO આવવાની તૈયારીમાં છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
2024માં IPO માર્કેટમાં રેકોર્ડબ્રેક કમાણી અને અનેક મોટા લિસ્ટિંગ પછી, હવે સૌની નજર 2025 પર છે. જો કે, બજારના જાણકારો રોકાણકારોને બજારની અસ્થિરતા અને કંપનીઓની નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરીને જ રોકાણ કરવાનો સલાહ આપી રહ્યા છે.
ટાટા ગ્રૂપની નાણાકીય સેવા કંપની ટાટા કેપિટલ ટૂંક સમયમાં IPO લાવી શકે છે. અહેવાલો અનુસાર, આ IPOનું કદ આશરે 15,000 કરોડ રૂપિયા હોઈ શકે છે. જેમાં નવા શેર અને ઓફર ફોર સેલ (OFS) બંનેનો સમાવેશ થશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમો અનુસાર, ટાટા કેપિટલને શેર બજારમાં લિસ્ટ થવું જરૂરી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ 2025ના બીજા કે ત્રીજા ક્વાર્ટરમાં IPO લાવવાની યોજના ધરાવે છે. આ IPO ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO સાબિત થઈ શકે છે, જેનું કદ લગભગ 40,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જિયોનું લક્ષ્ય આ IPO દ્વારા પોતાની કંપનીનું મૂલ્ય લગભગ 10 લાખ કરોડ રૂપિયા આંકવાનું છે.
ભારતની અગ્રણી ડિપોઝિટરી ફર્મ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) પણ ટૂંક સમયમાં IPO લાવવાની જાહેરાત કરી શકે છે. કંપની આ IPO દ્વારા આશરે 3,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. જો કે, આ IPO માટે હજુ કેટલીક નિયમનકારી મંજૂરીઓ મેળવવાની બાકી છે.

દક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રોનિક્સ કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં તેની પેટાકંપની માટે IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ IPOનું કદ પણ આશરે 15,000 કરોડ રૂપિયા હોઈ શકે છે અને તેમાં માત્ર ઓફર ફોર સેલ (OFS) જ સામેલ હશે.


JSW ગ્રૂપની સિમેન્ટ કંપની JSW સિમેન્ટ પણ 4,000 કરોડ રૂપિયાનો IPO લાવવાની યોજના બનાવી રહી છે. આ IPOમાં 2,000 કરોડ રૂપિયાના નવા શેર અને 2,000 કરોડ રૂપિયાના OFSનો સમાવેશ થશે. કંપની આ રકમનો ઉપયોગ પોતાના વિસ્તરણ અને લોનની ચુકવણી માટે કરશે.

ઝડપથી વિકસતું ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટો પણ 2025માં IPO લોન્ચ કરવાની રેસમાં છે. કંપની આ IPO દ્વારા 7,000-8,800 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઝેપ્ટો એપ્રિલ 2025 સુધીમાં સેબી (SEBI)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરવાની તૈયારી કરી રહી છે.

નિષ્ણાતોનું માનવું છે કે 2025માં IPO માર્કેટમાં રોકાણની ઘણી તકો છે, પરંતુ રોકાણકારોએ સાવચેતી રાખવી જોઈએ. બજારની અસ્થિરતા અને કંપનીના ફાઇનાન્શિયલ પરફોર્મન્સનું મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. રોકાણકારોએ દરેક કંપનીના IPO ડોક્યુમેન્ટને ધ્યાનથી વાંચીને અને સમજીને જ રોકાણ કરવું જોઈએ.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
