
નવી મુંબઈના પામ બીચ રોડ નજીક સાઈકલ ટ્રેક વિકસિત કરવા માટે હાઈ કોર્ટે નવી મુંબઈ મહાપાલિકાના તાજેતરમાં ગ્રીન સિગ્નલ આપ્યું હતું. તેથી આ સાઈકલ ટ્રેક તૈયાર કરવાનો માર્ગ ખુલ્લો થયો છે. સીઆરઝેડમાં કોઈ પણ કામ કરવા પર બંધી છે. આ પ્રકલ્પ પણ સીઆરઝેડમાં આવે છે. તેથી પર્યાવરણનો વિચાર કરતા આ પ્રકલ્પ આ ક્ષેત્રમાં અમલમાં મૂકી શકાય નહીં એવો દાવો બોમ્બે એન્વાર્યમેન્ટલ એક્શન ગ્રુપે કર્યો હતો અને પ્રકલ્પનો વિરોધ કર્યો. આ પ્રકલ્પ માટે મેનગ્રોવ્ઝની કતલ કરવામાં નહીં આવે એવો દાવો નવી મુંબઈ મહાપાલિકાએ કર્યો હતો.

મુખ્ય જજ આલોક આગાધે અને જજ ભારતી ડાંગરેની ખંડપીઠે મહાપાલિકાના દાવાની નોંધ લીધી અને અરજદારનો વિરોધ કાયદાકીય મુદ્દે ટકશે નહીં એમ નોંધ્યું હતું. તેમ જ આ પ્રકલ્પ સાર્વજનિક હિતનો છે અને મેનગ્રોવ્ઝને એના કારણે કોઈ નુકસાન નહીં થાય એમ સ્પષ્ટ કરતા પ્રકલ્પ અમલમાં મૂકવા કોર્ટે નવી મુંબઈ મહાપાલિકાને પરવાનગી આપી હતી. પ્રકલ્પ અમલમાં મૂકવા રાજ્ય કિનારા ક્ષેત્ર વ્યવસ્થાપન પ્રાધિકરણ, વન વિભાગ અને રાજ્ય પર્યાવરણીય પરિણામ મૂલ્યાંકન પ્રાધિકરણે પરવાનગી આપતા પૂરતી શરતો મહાપાલિકા પર લાદી હોવાની નોંધ પણ કોર્ટે પરવાનગી આપતા સમયે લીધી હતી. તેમ જ શરતોની પૂર્તી કરવાનું આશ્વાસન આપતું એફિડેવિટ બે અઠવાડિયામાં દાખલ કરવાનો આદેશ મહાપાલિકાને આપ્યો હતો.
આ સાઈકલ ટ્રેક નવી મુંબઈના થાણે ખાડી સીમાની દિશામાં સમાંતર જશે અને આઠ ઠેકાણેથી જુદા જુદા ભાગોને જોડશે. તેથી આ પ્રકલ્પના અનેક ફાયદા હોવાનું કોર્ટે જણાવ્યું હતું. પામ બીચ રોડ ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો સહિત ઝડપી પ્રવાસ માટે અને શહેર અંતર્ગત અવરજવર માટે મહત્વનો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
