
દીપક સોમૈયા –
ગુરુવાર તા.૦૯/૦૧/૨૦૨૫ ના રોજ નવી મુંબઈ એપીએમસી માર્કેટ બ્રોકર્સ વેલફેર એસોસિએશન દ્વારા સંસ્થાના સ્થાપક અરૂણભાઇ ભીંડેની યાદમાં `તસ્વીર તેરી દિલ મેં’ સદાબહાર ગીતોનો કાર્યક્રમ વિષ્ણુદાસ ભાવે નાટ્યગૃહ, વાશી, નવી મુંબઈ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાને હંમેશા સાથ સહકાર આપનાર દાતાશ્રીઓના પરિવારોને તેમજ માર્કેટના દરેક ઘટકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં જયેશભાઈ ગણાત્રા, કિરણભાઈ મામોટીયા, હીરાલાલભાઈ મૃગ, નીતિનભાઈ પાંધી, હેતલબેન પાંધી, વસંતભાઈ મજેઠીયા, હીનાબેન મજેઠીયા, પ્રકાશભાઈ ચંદે, લાલજી સર, પરસોતમભાઈ પુંજાણી, ગુર્જરભૂમિ ન્યુઝ પેપરના તંત્રી શાંતિલાલભાઈ ઠક્કર જેવા અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.


સંસ્થા દ્વારા અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્ય કરવામાં આવે છે એમાં મુખ્ય સરસ્વતી સન્માન કાર્યક્રમમાં અંદાજિત ત્રણસોથી ચારસો તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે. અરૂણભાઇ ભીંડે દ્વારા સ્થાપિત આ સંસ્થા આવી જ રીતે કાર્યરત રહે એ માટે માર્કેટના દરેક ઘટકોનો પૂરેપૂરો સાથ સહકાર મળતો રહે છે દાતાશ્રીઓ પણ અરુણભાઈ ભીંડેને સન્માન આપવામાં કોઈ કોર કસર રાખતા નથી.

દરેક દાતા પરિવારનો તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વેનો સંસ્થાના ચેરમેન સંધ્યાબેન ભીંડે, વાઇસ ચેરમેન દિલીપભાઈ મણીયાર, સંસ્થાના પ્રમુખ ખીમજીભાઈ શાહ અને સંસ્થાના સર્વે પદાધિકારીઓ અને કારોબારી સભ્યોએ સર્વેનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
