
ટમેટા જેવું દેખાતું આ અનોખું ફળ તેના ફાયદાના કારણે ચર્ચામાં રહે છે. આ ફળ સ્વાદિષ્ટ હોય છે અને સાથે જ પોષકતત્વોથી ભરપુર હોય છે. આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સાબિત થાય છે.
ટમેટા જેવું દેખાતું આ અનોખું ફળ હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ એક લોકલ ફળ છે જે સ્વાદમાં અદભુત અને પોષક તત્વોનો ખજાનો છે. ખાસ તો આ ફળ ડાયાબિટીસમાં દર્દીઓ માટે વરદાન સમાન સાબિત થાય છે. આ ફળને રામફળ કહેવાય છે. જે દેખાવમાં લાલ ટમેટા જેવા હોય છે. પરંતુ તેનો સ્વાદ સફરજન જેવો મીઠો હોય છે. ભારતના ઘણા પ્રાંતમાં આ ફળ લોકપ્રિય છે.

રામફળમાં એવા પોષક તત્વો હોય છે જે બ્લડ શુગર લેવલની કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ફળ પ્રાકૃતિક રીતે એન્ટી ડાયાબિટીક ગુણથી ભરપૂર હોય છે. પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો ડાયાબિટીસના દર્દી રોજ આ ફળ ખાવાનું શરૂ કરે તો બ્લડ સુગર લેવલને સારી રીતે કંટ્રોલ કરી શકાય છે.
રામફળ ફક્ત ડાયાબિટીસ માટે જ નહીં પરંતુ કેન્સર વિરોધી ગુણ માટે પણ પ્રખ્યાત છે. તેનું સેવન કરવાથી શરીરને ગંભીર બીમારીઓ સામે લડવાની ક્ષમતા મળે છે. આ ફળ ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. રામફળ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન થી બચાવે છે.

રામફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને ચમકદાર અને વાળને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને ખરતા વાળની સમસ્યા પણ ઓછી થાય છે.
જે લોકોના સાંધા નબળા હોય અથવા તો સાંધામાં દુખાવો રહેતો હોય તેમના માટે પણ રામફળ લાભકારી છે. રામફળ સાંધાના સોજા અને દુખાવાને દૂર કરી રાહત આપે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
- ધર્મમંથન – લજ્જાનાં આંસુ પાપો કરવાથી બચાવે… પશ્ચાત્તાપનાં આંસુ પાપોનાં ફળથી બચાવે.
- અવસાન નોંધ
- પ્રાર્થનાસભા
- मंच पर रोने लगीं नेहा कक्कड़, सिंगर पर भड़के लोग, बोले- ड्रामा न करो, दफा हो
- માતાના મઢ આશાપુરા મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી
