
સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુની ઘટના ફરી એક વાર ચર્ચામાં આવી છે.દિશાના પિતા સતીષ સાલિયને હાઈકોર્ટમાં અરજી કરીને પોતાની પુત્રીના મૃત્યુનો કેસ ફરી ઓપન કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યા મુજબ દિશાની હત્યા થઈ છે તે આત્મહત્યા કરે એવી નહોતી. દિશાના મૃત્યુને સુશાંત સિંહ રાજપૂતના કેસ સાથે સંબંધ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. દિશા પર સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો અરજીમાં કરાયો છે.
સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયન આઠ જૂન ૨૦૨૦ના રોજ મુંબઈની એક ઈમારતના ૧૪મા માળેથી પડીને મૃત્યુ પામી હતી. આ ઘટના આત્મહત્યા હતી કે કાવતરું તેની ચર્ચા ફરી ચાલુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસ આત્મહત્યામાં ખપાવી નાખ્યો હતો. મૃત્યુ સમયે દિશા ૨૮ વર્ષની હતી.

દિશાના પિતાએ અરજીમાં દાવો કર્યો છે કે તેમને ગેરમાર્ગે દોરીને દબાણ હેઠળ લવાયા હતા. મુંબઈ પોલીસ અને માજી મેયર કિશોરી પેડણેકરે તેમના પર દબાણ કર્યું હોવાનો દાવો અરજીમાં કર્યો છે. દિશાના પિતાએ શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે, અભિનેતા સૂરજ પંચોલી અને ડિનો મોરિયા સામે પણ ગંભીર આરોપો કર્યા છે.
તેમણે આ કેસની તપાસ સમીર વાનખેડે જેવા અધિકારીના નેજા હેઠળ કરવામાં આવે કે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને તપાસ સોંપવામાં આવે એવી માગણી કરી છે.એક ચેનલ સાથેની વાતચીતમાં સતિષ સાલિયાને જણાવ્યું હતું કે દિશા ૧૪મા માળેથી પડયા બાદ પણ તેના શરીર પર ઈજાના કોઈ નિશાન નહોતા.
દિશાના મૃત્યુના પાંચ દિવસ બાદ ૧૪ જૂન ૨૦૨૦ના રોજ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના ઘર ફાંસી ખાધેલી હાલતમાં મળ્યો હતો. અ ેવખતે બંનેના મોત વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે અટકળો થઈ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
