કેન્દ્ર સરકાર પર ટોણો મારતા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પીએમ મોદી અને અમિત શાહ વિશ્વના શક્તિશાળી નેતા છે. આમ છતા, હજુ પણ મણિપુર સળગી રહ્યું છે. રાજ્યમાં શાંતિ સ્થાપવા કેન્દ્ર સરકારે કંઈક કરવું જોઈએ. પીએમ મોદી અમેરિકા જઈને જ્ઞાન આપશે પણ મણિપુર નહી જાય.

મુંબઈમાં રવિવારે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીના પદાધિકારી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરે સહિત પાર્ટીના ઘણા ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે પીએમ મોદી, અમિત શાહ અને મહારાષ્ટ્ર રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર પણ પ્રહારો કર્યા હતા.

કાર્યકર્તાઓ સાથે વાત કરતા ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ મને પૂછતા હતા કે, કર્ણાટક પર મારો શું અભિપ્રાય છે ? હવે હું તેમને કહેવા માંગુ છું કે, દેવેન્દ્ર ફડણવીસની હાલત ખૂબ જ દયનીય છે. ફડણવીસની સ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે કશું બોલાતુ નથી કે કશું સહન કરી શકતા નથી

અમને કોંગ્રેસ તરફ ધકેલી દીધા – ઉદ્ધવ ઠાકરે

ઠાકરેએ કહ્યું કે, સાવરકરે આઝાદી માટે સખત મહેનત કરી હતી. આઝાદી માટે સાવરકરે કરેલી મહેનત શું પીએમ મોદી માટેની હતી ? તેણે કહ્યું કે અમારો એક જ પિતા છે. અમને ખબર નથી કે તમારી પાસે કેટલા છે (શિંદે જૂથનો ઈશારો કરીને). અમને કોંગ્રેસ તરફ ધકેલી દીધા. એટલા માટે અમે કોંગ્રેસ સાથે ગયા.

ઉદ્ધવ ઠાકરેએ મણિપુર હિંસા પર કેન્દ્ર પર નિશાન સાધ્યું

કેન્દ્ર પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહ વિશ્વના શક્તિશાળી નેતાઓ છે. આમ છતાં મણિપુર કેમ સળગી રહ્યું છે ? શું તમે હિંસા ડામવા માટે ત્યાં ગૌમૂત્ર છાંટો છો ? મણિપુર માટે તમે શું કરી રહ્યા છો ? ઠાકરેએ કહ્યું કે પીએમ મોદી અમેરિકા જઈને જ્ઞાન આપે છે. તેઓ મણિપુર પર કેમ કંઈ બોલતા નથી. ઠાકરેએ પીએમ મોદીને મણિપુરની મુલાકાત લેવાની ખાસ વિનંતી પણ કરી હતી.

શિંદે દિલ્હીમાં જી હુઝુરી કરે છે – ઉદ્ધવ ઠાકરે

કાર્યકારોની શિબિરમાં બોલતા, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ મુખ્ય પ્રધાન બનવા માંગતા નથી. પરંતુ તેમણે મજબૂરીમાં કરવું પડ્યું હતુ. જ્યારે અમે એનડીએમાં હતા ત્યારે તમે ફરી પાછા ફરવાનો રસ્તો બંધ કરી દીધો. અટલ બિહારી વાજપેયીએ સારી સરકાર ચલાવી હતી. મહારાષ્ટ્ર મારું ઘર છે. હું ઘરે બેસીને મહારાષ્ટ્ર દોડ્યો. સીએમ શિંદે પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું કે તેઓ દિલ્હી જઈ રહ્યા છે. અને ત્યાં જઈને તેઓ જી હુઝુરી કરે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us